જ્યારથી આંધ્રપ્રદેશે પોતાના પ્રશાસન હૈદરાબાદથી અમરાવતી સ્થળાંતર કર્યું હતું, નાયડુ ત્યારથી કૃષ્ણા નદીના કિનારે ઉંદાવલ્લી સ્થિત આ આવાસમાં રહ્યા હતા. હવે હૈદરાબાદ એ તેલંગાણાની રાજધાની બની ગયું છે.
આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રજા વેદિકાનું નિર્માણ APCRDA દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાનના આવાસના એક વિસ્તારના રૂપમાં કરવામાં આવ્યું હતું. પાંચ કરોડ રૂપિયામાં નિર્માણ પામેલા આ આવાસનો ઉપયોગ નાયડુ અધિકારિક ઉદ્દેશ્યોની સાથે જ પક્ષની બેઠકો માટે પણ કરતા હતા.
નાયડુએ આ મહિનાની શરૂઆતમાં મુખ્યપ્રધાન વાઈ. એસ. જગન મોહન રેડ્ડીએ પત્ર લખીને આ નિવાસનો ઉપયોગ બેઠકો માટે કરવા દેવાની અનુમતિની માગ કરી હતી. તેમણે સરકાર પાસે આગ્રહ કર્યો હતો કે, તેઓ તેને વિરોધપક્ષના આવાસ તરીકે જાહેર કરી દે.