શ્રીનગર: પાકિસ્તાની સેનાએ આજે સવારે ફરીથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પરના માનકોટ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સેના દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન, સેનાએ આપ્યો વળતો જવાબ
પાકિસ્તાની સેનાએ ફરી એક વખત સરહદ પારથી ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો.
જમ્મુ-કાશ્મીર
મળતી માહિતી મુજબ આજે સવારે પાંચ વાગ્યે, પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લાના માનકોટ સેક્ટરમાં LOC પર ફાયરિંગ કર્યું હતું.