ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: CRPFના કાફલા પર હુમલો, બે સુરક્ષાકર્મીઓ સહિત છ લોકો ઘાયલ - જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલો

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓ દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફ જવાન અને એક પોલીસ જવાન સહિત છ લોકો ઘાયલ થયા છે.

jammu
jammu

By

Published : May 5, 2020, 4:43 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓ દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફ જવાન અને એક પોલીસ જવાન સહિત છ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મધ્ય કાશ્મીરના ચરાર-એ-શરીફના પખેરપોરા વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટુકડી પર ગ્રેનેડ ફેંક્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં સીઆરપીએફના એક જવાન, એક પોલીસ જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા છે.

વળી આજે આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી. સુરક્ષાદળોએ અહીં એક આતંકીની ધરપકડ કરી છે. આતંકી હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનનો છે.

ABOUT THE AUTHOR

...view details