નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે ટ્વીટ કરીને લોકોને અપીલ કરી હતી કે, આરોગ્ય કર્મચારીઓને સહયોગ આપી તેમની સુરક્ષાનું ધ્યાન રાખવાની આપણા સૌની જવાબદારી છે. કારણ કે, કોરોના સામેની લડાઈમાં આ લોકો સૌથી આગળ ઉભા છે.
આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા આપણ સૌની જવાબદારીઃ પ્રિયંકા ગાંધી
#WeAreProudOfYouના હેશ ટેગ સાથે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા રાખવાની અપીલ કરી હતી.
આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા આપણી સહિયારી જવાબદારીઃ પ્રિયંકા ગાંધી
#WeAreProudOfYou ના હેશ ટેગ સાથે લોકોને આ સંદેશો જાંબજ લડવૈયાઓ સુધી પહોંચાડવા અપીલ કરી છે.
પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વીટમાં લખ્યુ હતું કે,' આપણા ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેક્નીશિયન, સફાઈકર્મી કોરોના સામેની લડાઈમાં યોદ્વા છે. જેઓ પોતાનો જીવ જોખમમાં મtકીને કામ કરે છે. તેમની મદદ કરવી, તેમને અને તેમના પરિવારનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આ જાંબાજ લડવૈયાઓ સુધી આપણો સંદેશ પહોંચાડો.'