ગુજરાત

gujarat

By

Published : Oct 30, 2020, 10:58 PM IST

ETV Bharat / bharat

'નલ-જલ યોજના'ના કોન્ટ્રાક્ટરના ઘરે ITના દરોડા, કરોડોની સંપત્તિ અને રોકડ જપ્ત

નલ-જલ યોજનાનું કામ કરનારી લોટસ કંપીના ડાયરેક્ટર લલન કુમાર અને સુમન કુમારના નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડી કરોડોની સંપત્તીનો ખુલાસો કર્યો છે.

'નલ-જલ યોજના'ના કોન્ટ્રાક્ટરના ઘરે ITના દરોડા, કરોડોની સંપત્તિ અને રોકડ જપ્ત
'નલ-જલ યોજના'ના કોન્ટ્રાક્ટરના ઘરે ITના દરોડા, કરોડોની સંપત્તિ અને રોકડ જપ્ત

  • પટના ભાગલપુરના વિવિધ સ્થળોએ ITએ પાડ્યા દરોડા
  • દરોડામાં કોરોડો રૂપિયા જપ્ત
  • કરોડોના બેનામી સંપત્તિ પણ મળી આવી

પટના/ભાગલપુરઃ બિહારના CM નીતીશ કુમારની મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક નલ-જલ યોજના સાથે સંકળાયેલા 2 મોટા કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ દરમિયાન કરોડોની સંપત્તિ જપ્ત થયાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ, પટના અને ભાગલપુરમાં બન્ને કોન્ટ્રેક્ટરના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અંદાજે 50 લાખ રૂપિયા રોડક જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ કરોડોની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે. કોન્ટ્રાક્ટરના નામની ઓળખ લલન કુમાર અને સુમન કુમારના નામે થઇ છે. ગુરુવારે રાત્રે જ બન્ને કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. IT વિભાગ ભાગલપુર ઉપરાંત પટના, ઘનબાદ અને પૂર્ણિયામાં પણ કાર્યવાહી કરી રહ્યું છે.

લોટસ કંન્સ્ટ્રક્શન કંપનીમાં છે બન્ને ભાઈ

બિહારમાં નલ-જલ યોજનાનું કામ લોટસ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું, જ્યારે આ કંપનીના ડાયરેક્ટર લલન કુમાર અને સુમન કુમાર બન્ને ભાઈ છે. બન્ને ભાઈઓના ઘરમાં જ કંપનીનું કાર્યાલય છે. IT વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, હનુમાન નગર, પાટલીપુત્ર કૉલોનીસ ફ્રેઝર રોડ સ્થિત નિવાસ સ્થાન અને કાર્યાલય પર IT વિભાગે દરોડા પાડ્યા છે.

અંદાજે 12 કોન્ટ્રાક્ટર અને વેપારીઓના નિવાસ સ્થાને દરોડા

IT વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ગત 2 દિવસમાં બિહારની રાજધાની પટના સહિત કટિહાર, ભાગલપુર અને ગયા જિલ્લામાં દરોડા દરમિયાન 2.28 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ પાસેથી મળતી માહિતી મુજબ, IT વિભાગના દરોડામાં 2.28 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. ITની ટીમે ગુરુવારે રાજ્યના 4 જિલ્લામાં અંદાજે 12 જેટલા કોન્ટ્રાક્ટર અને વેપારીઓના નિવાસ સ્થાને દરોડા પાડ્યા છે. જેમાં 2 મોટા કોન્ટ્રાક્ટર નલ-જલ યોજના સાથે જોડાયેલા છે.

પટનામાં 2 કંપનીઓ અને તેમના માલિકોના અનેક સ્થળોએ દરોડા

ગયામાં પથ્થરની ચિપનો વેપાર કરનારા 8થી વધુ વેપારીઓને ત્યાં વિગતવાર સર્વે કરવામાં આવ્યો છે. જેમા વિષ્ણુ ઈન્જીકૉમ સહિત અન્ય સામેલ છે. વિષ્ણુ ઈન્જીકૉમના માલિક રવિ ચોરસિયાના નિવાસ સ્થાન ઘનબાદમાં પણ IT વિભાગે દરોડા પાડ્યા છે. તેમના નિવાસ સ્થાનેથી 91 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. સર્વે અનુસાર IT વિભાગને માહિતી મળી હતી કે, તમામ 8 વેપારીઓને ત્યાં મોટા પાયે ટેક્સની ગળબડ જોવા મળી છે. જેથી તેમને યોગ્ય ટેક્સ જમા કરવા સંબંધિત નોટિસ ફટકારવામાં આવી છે. પટનામાં 2 કંપનીઓ અને તેમના માલિકોના નિવાસ સ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બન્ને નલ જલ યોજનાના કોન્ટ્રેક્ટર છે.

2 કરોડથી વધુ રોકડ જપ્ત

મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે 9 કલાકે મોડી રાત્રી સુધી દરોડા પાડવામાં આવ્યા હતા. પટનાની 2 કંપની અને તેના માલિકના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ બન્ને કંપનીના માલિક બિહાર સરકારની મહત્વપૂર્ણ યોજના નલ જલ યોજનાના કોન્ટ્રેક્ટર છે. જેમાં ગનાધિપતિ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના માલિક જનાર્દન પ્રસાદ અને નાલંદા ઈન્જીકૉમ પ્રાઈવેટ લિમિટેડના માલિક વિવેકાનંદ કુમાર અને સરયૂ પ્રસાદ છે. મળતી માહિતી મુજબ તેમના હનુમાન નગરના કાલી મંદિર રોડ અને પાટલિપુત્ર કૉલોની સ્થિત નિવાસ સ્થાનથી 2 કરોડ રોકડ જપ્ત કરવામાં આવી છે.

25થી 30 કરોડ કરતા વધુની સંપત્તિ અંગે માહિતી મળી

દરોડામાં 20થી વધુ સંપત્તિના ડૉક્યુમેન્ટ મળ્યા છે. જેમાં નોઈડા, પટના અને ગાઝિયાબાદમાં પ્લૉટ અને ફ્લેટના ડૉક્યુમેન્ટ સામેલ છે. અત્યારસુધીની તપાસમાં 20થી 30 કરોડ કરતાં વધુની સંપત્તિ અંગે જાણવા મળ્યું છે. આ ઉપરાંત નાલંદા ઈન્જીકૉમ પ્રાઈવેટ લિમિટેડના માલિક વિવેકાનંદ કુમાર અને સરયૂ પ્રસાદના 9થી વધુ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન 67 લાખ રોકડ જપ્ત કરવામાં આવ્યા છે.

ચિરાગે સાધ્યું નિશાન

જલ નલ યોજનાના કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને દરોડા પાડવાથી રાજનીતિ શરૂ થઇ છે. LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જલ નલ યોજના સાથે જોડાયેલા 2 કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને IT વિભાગના દરોડાને લઇને કહ્યું કે, આ ભ્રષ્ટાચાર બિહારના ઈતિહાસનો અત્યારસુધીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. વધુમાં તેમણે કહ્યું કે, તેમની સરકાર આવશે, તો જલ નલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરશે અને આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેશે.

ABOUT THE AUTHOR

...view details