નવી દિલ્હી: હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. 26 અને 27 જુલાઇની આજૂ-બાજૂ અહીંયા વધુ વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હીમાં સવારથી જ ધીમી ધારે વરસાદ
રાજધાની દિલ્હીમાં સવારથી ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં લધુતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું છે.
દિલ્હીમાં સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે
જ્યારે દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં મંગળવારના રોજ સવારે 11 થી સાંજના 5:30 સુધી કુલ 24.8 મીમી વરસાદ નોંધાયો હતો. લોધી રોડ, પાલમ, આયા નગર અને વિચ વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગનો અંદાજ છે કે, આજે પણ આવી રીતે જ વરસાદ ચાલુ રહેશે. તેમજ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ આશંકા છે.