આતંકી સંગઠન ISISની સમાચાર એજન્સી 'અમાક' અનુસાર આ નવી શાખાનું નામ 'વિલાયાહ ઓફ હિંદ (ભારત પ્રાંત)' રાખવામાં આવ્યું છે. પરંતુ, જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ISISના આ દાવાને નકારી કાઢ્યો છે. ઈસ્લામિક ચરમપંથીઓ પર નજર રાખતી SITE ઈંટેલ ગ્રુપના નિર્દેશકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'ISISએ અમશિપુરામાં ભારતીય સુરક્ષા દળો સાથે અથડામણનો દાવો કરતા પોતાનું નવું "હિંદ પ્રાંત" ઘોષિત કર્યું હતું.'
ના હોય, શું ભારતમાં ISIS દ્વારા સ્થપાયું પોતાનું અલગ પ્રાંત?
શ્રીનગરઃ આતંકી સંગઠન ISISની સમાચાર એજન્સી 'અમાક' અનુસાર ISISએ ભારતમાં નવી શાખા સ્થાપિત કરવાનો દાવો કર્યો છે. ISIS દ્વારા નવી શાખાની ઘોષણા વૈશ્વિક સ્તર પર પોતાનો પ્રભાવ ટકાવી રાખવા માટે કરાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં ટ્વિટ કરતા કહ્યું હતું કે, એક આવા "પ્રાંત"ની સ્થાપના જ્યાં તેનું કોઈ વાસ્તવિક નિયમન ન હોય તેમ છતાં આ જાહેરાતને હળવાશમાં લેવી જોઈએ નહીં. મહત્વનું છે કે, ISISના પૂર્વ વડા અબુ બકર અલ-બગદાદીએ ભૂતકાળમાં આ પ્રકારની વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો હતો.
ISISએ મેસેજિંગ એપ્લિકેશન 'ટેલિગ્રામ' દ્વારા ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં તેમાંના ઘણા આતંકીઓ માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા તેની જાણકારી આપી હતી. જ્યારે આ અથડામણ ક્યારે થઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.