ગર્ભાવસ્થા દરમીયાન આ ચારમાંથી કોઈ પણ એક રીતે હાયપરટેન્શન થઈ શકે છે:
જ્યારે મહિલાને પ્રસુતિ પહેલા અથવા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા (5 મહિના પહેલા) હાય બ્લડ પ્રેશરની અસર પહોંચે છે.
જ્યારે સગર્ભા મહિલા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા (5 મહિના) પછી હાય બ્લડ પ્રેશરથી અસરગ્રસ્ત થાય છે અને તેના યુરીન ટેસ્ટ દરમીયાન તેના પેશાબમાં પ્રોટીનની હાજરી જોવા મળે છે.
જ્યારે સગર્ભા મહિલા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા (5 મહિના) પછી હાય બ્લડ પ્રેશરથી અસરગ્રસ્ત થાય છે અને તેના યુરીન ટેસ્ટ દરમીયાન તેના પેશાબમાં પ્રોટીનની હાજરી જોવા મળતી નથી.
1 અને 2નું સંયોજન
સામાન્ય રીતે મહિલાના પ્રેગ્નેન્સી ચેક-અપ વખતે હાયપરટેન્શનની જાણ થાય છે કે જ્યારે ઓછામાં ઓછા 6 કલાકના ફર્કમાં કરાયેલા ટેસ્ટમાં બ્લડ પ્રેશર 140/90 mm Hg થી વધુ નોંધાયુ હોય છે. યુરીન ટેસ્ટ વખતે પેશાબમાં પ્રોટીનની હાજરી હાયપરટેન્શનના પ્રકારને ઓળખવામાં મદદ કરે છે.
કોને સૌથી વધુ જોખમ છે ?
- પ્રથમ વખતની ગર્ભાવસ્થા.
- જો મહિલાની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધુ હોય.
- જો મહિલાને આ પહેલાની પ્રસુતિ કે પ્રસુતિઓ દરમીયાન હાય બ્લડપ્રેશરની સમસ્યા હોય.
- જે મહિલાઓને ડાયાબીટીઝ, ઓબેસીટી, આગળની પ્રસુતિમાં હાય બ્લડપ્રેશર, ઓટોઇમ્યુન ડીસઓર્ડર, ધુમ્રપાનની આદત કે કીડનીને લગતી બીમારી હોય
- ટ્વીન કે મલ્ટીપલ પ્રેગ્નેન્સી
- સગર્ભા મહિલામાં હાય બ્લડ પ્રેશરની શરૂઆતને ઓળખવી
- પગમાં તેમજ હાથ અને મોં પર સોજા આવવા.
- માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, દ્રષ્ટિ પર અસર પડવી, પેટમાં દુખાવો થવો, અચાનક ઉબકા અને ઉલ્ટી થવી, વગેરે...
- ગર્ભાવસ્થા દરમીયાન હાયપરટેન્શનથી માતા અને તેના ગર્ભ બંન્ને પર અસર પહોંચી શકે છે.
સગર્ભાવસ્થા દરમીયાનની સમસ્યાઓમાં હાય બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે જેમાં મહિલાને ક્યારેક હોસ્પીટલમાં દાખલ કરવી પડે છે અને ક્યારેક તાત્કાલીક ધોરણે તેની પ્રસુતિ કરાવવી પડે છે. આ પરીસ્થીતિમાં મહિલાને આંચકી આવી શકે છે, તેના યકૃતને અસર પહોંચી શકે છે તેમજ તેને ગાંઠની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત મહિલાને બ્રેઇન હેમરેજ અને સ્ટ્રોકનું પણ જોખમ રહે છે.
હાયપરટેન્શન ધરાવતી મહિલાના ગર્ભને પણ જોખમ રહે છે. આવી મહિલાઓના ગર્ભના વિકાસ પર અસર પહોંચે છે. આ ગર્ભની પ્રીમેચ્યોર ડીલીવરીનું જોખમ રહે છે તેમજ સમયથી વહેલા જન્મ થવાને કારણે તેને કેટલીક સ્મસ્યાઓ રહે છે. જન્મ સમયે બાળકનું વજન ઓછુ હોય છે તેમજ આવા બાળકનું મૃત્યુ થવાનુ જોખમ પણ રહે છે.
આવશ્યક કાળજીનું સ્તર: