સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી બિલ્કિસ બાનોને રોકડ વળતર, એક ઘર અને તેમના રોજગારની જગ્યાએ સરકારી રોજગારી પૂરી પાડવા આદેશ આપ્યો છે.
ત્યારે ઇટીવી ભારત સાથે વાત કરતા, બિલ્કીસ બાનોએ જણાવ્યું હતું કે વળતરનો અમુક ભાગ તેઓ દુષ્કર્મ પીડિત મહિલા અને બાળકોને દાન કરશે.
બિલ્કીસ કહે છે કે 'હું આ પૈસાનો અમુક ભાગ એવી મહિલાઓને ન્યાય અપાવવા કરવા માંગું છું જે કોમી રમખાણોનો ભોગ બની હોય અને તેમના બાળકોને શિક્ષણ આપવા માંગુ છું.'
બિલ્કીસ પોતાની પુત્રીને વકીલ બનાવવાનું સ્વપ્ન સેવે છે. બિલ્કિસ માને છે કે તેમની પુત્રીના વકીલ બન્યા પછી, ભવિષ્યમાં તેના જેવા અન્ય લોકોનો ન્યાય કરશે.
તેમની લાંબી કાયદાકીય જંગ વિશે તેમણે કહ્યું કે મારી જીત એ બધી સ્ત્રીઓની જીત છે જે અન્યાયનો સામનો કરે છે, પરંતુ અદાલતમાં ક્યારેય પહોંચી નથી.
બિલ્કીસ બાનો સાથે ETV Bharatની ખાસ વાતચીત આ સાથે જ તેમણે ન્યાયની લડાઇમાં અને મુશ્કેલ ઘડીમાં તેની સાથે ઉભા રહેલા તમામ લોકોનો આભાર માન્યો અને સાથે જ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો.
2002 માં ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન, અમદાવાદ નજીકના ગામોમાં બર્બરતા કરવામાં આવી હતી, જેમાં ગર્ભવતી બાલ્કિસ બાનો સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
છેલ્લા 17 વર્ષોમાં તેના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે બિલ્કીસ સાથે રહ્યા હતા અને ન્યાય માટેની તેની લડતમાં ટેકો આપ્યો હતો. ન્યાય માટેની લાંબી લડત અને આખરે ન્યાયનું ઉદાહરણ છે બિલ્કિસ બાનો.