ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલાની વિશ્વભરના દેશોએ કરી નિંદા

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે એક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલ 42 જવાનો શહીદ થયા હતા. આ હુમાલાની અમેરિકા, ફ્રાંસ, રુસ સહિતના દેશોએ નિંદા કરી છે. તો બીજી તરફ પાકિસ્તાને કહ્યું કે પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલો એ એક ગંભીર ચિંતાનો વિષય છે.

concept

By

Published : Feb 15, 2019, 9:37 AM IST

અમેરિકા, રુસ અને ફ્રાંસ સહિત દુનિયાભરના દેશોએ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા હુમલાની નિંદા કરી છે અને કહ્યું કે આતંકવાદથી લડવા અમે ભારતની સાથે છે.

ભારતમાં અમેરિકાના રાજદુત કેનેથ જસ્ટરે ટ્વીટ કરીને કહ્યુ કે, "ભારતમાં અમેરિકિ દુતાવાસે જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની નિંદા કરી છે. આ સાથે જ કહ્યું કે પીડિત પરિવારો પ્રતિ અમે શોક વ્યક્ત કરીએ છીએ."

રુસે આ હુમલા બાબતે કહ્યું છે કે, આવા "અમાનવીય કૃત્યો"નો સામનો કરવાની જરુરત છે

ભારતમાં ફ્રાંસના રાજદુત એલેક્જેંડ્રે જિગલરે કહ્યુ કે આ હુમલાની અમે નિંદા કરીએ છીએ.

ભારતના પાડોસી દેશ બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવે પણ ભારતની સાથે રહી આવા હુમલાઓનો સામનો કરવાનો સંકલ્પ બતાવ્યો.

પાકિસ્તાને શું કહ્યુ ?

પાકિસ્તાને કહ્યુ કે આ એક "ગંભીર ચિંતાનો વિષય" છે.

"કોઇ પણ તપાસ વગર આ હુમલાને પાકિસ્તાન સાથે જોડવુ એ અયોગ્ય છે. ભારતીય મીડિયા અને સરકારના આક્ષેપોને અમે ખારીજ કરીએ છીએ"


ABOUT THE AUTHOR

...view details