આંતરીક સુરક્ષાદળે કર્ણાટકના હુબલીમાંથી મહમુદ નામના શકમંદની ધરપકડ કરી છે. જેના તાર હિંદુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા સાથે જોડાયેલા હોવાની શંકા છે. મહમુદ છેલ્લા કેટલાક વર્ષોથી હુબલી રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. કેટલાક વર્ષો પહેલા તે સિમી સહિતના ઘણા બધા આતંકવાદી જુથો સાથે જોડાયેલો હતો.
કમલેશ તિવારી હત્યાકેસઃ કર્ણાટકના હુબલીમાંથી એક શકમંદની ધરપકડ - ન્કયુઝ ઓફ કમલેશ તિવારી હત્યાકેસ
કર્ણાટકઃ કમલેશ તિવારી હત્યાકેસમાં પોલીસને આજે વધુ એક સફળતા મળી છે. કર્ણાટકના હુબલીમાંથી ઈન્ટરનલ સિક્યુરિટી ફોર્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન કરી મહમુદ નામના શખ્સની ધરપકડ કરી છે. તેની સંડોવણી કમલેશ તિવારીની હત્યામાં હોવાની પ્રબળ સંભાવના છે.
કમલેશ તિવારી હત્યાકેસઃ કર્ણાટકના હુબલીમાંથી એક શકમંદની ધરપકડ
જુના હુબલી પોલીસ અને એસઆઈડીના જોઈન્ટ ઓપરેશનમાં આજે મહમુદની ધરપકડ કરાઈ છે. પોલીસ તેની કડક પુછપરછ કરી રહી છે. તેનો કબ્જો હવે ઉચ્ચ તપાસ ટીમને સોંપાશે. જેઓ તેની વધુ પુછપરછ કરશે.
Last Updated : Oct 22, 2019, 2:09 PM IST