નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલા વાર્તાકાર વરિષ્ઠ સંજય હેગડે અને સાધના રામચંદ્ર આજે એટલે કે, ગુરૂવારે એક વખત ફરી શાહીન બાગ જશે. ઉલ્લેખનીય છે કે, બન્ને મધ્યસ્થી બુધવારે પણ શાહીન બાગ ગયા હતા અને પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરી હતી, પરંતુ બુધવારે પ્રદર્શનકારીઓ સાથે સંપૂર્ણ ચર્ચા થઇ શકી નહોતી.
સુપ્રીમ કોર્ટે નિમેલા વાર્તાકાર આજે ફરી શાહીન બાગ જશે - સંજય હેગડે
શાહીન બાગ પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલા વાર્તાકાર વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્ર આજે ફરી શાહીન બાગ જશે.
સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલા વાટાઘાટકાર આજે ફરી શાહિન બાગ જશે
પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરશે
સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક થયેલા વાર્તાકારોએ બુધવારે શાહીન બાદના પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સુપ્રીમ કોર્ટના આદેશ અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શાહીન બાગ પ્રદર્શનના કારણે બંધ પડેલા રસ્તાને લઇને દાખલ કરાયેલી અરજીની સુનાવણીમાં વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનની મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. બન્ને વાર્તાકાર બુધવારે શાહીન બાગ પહોંચ્યાં હતાં.