લખનઉ: પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, લખનઉમાં બેસીને જ ઉત્તર પ્રદેશ સરકાર કોરોના સામે લડવા માટે મોટા દાવા કરે છે, પરંતુ ત્યાંથી બે કિલોમીટરના અંતરે તેમના દાવાઓની પોલ ખુલી રહી છે. રાજ્યમાં કોરોનાની સંખ્યા સતત્ત વધી રહી છે. આવી સ્થિતિમાં સરકારે ખોટા દાવા કરવાને બદલે મજબૂત અને પારદર્શક નીતિઓ અપાનવી પડશે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસ, પ્રિયંકા ગાંધીના યોગી સરકાર પર પ્રહાર
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોરોના વાઇરસના વધતા જતા કેસ માટે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કોવિડ -19ને હેન્ડલ કરવા અંગે સરકારે ખોટા દાવા ન કરવા જોઇએ તેની બદલે રાજ્યની ભાજપ સરકારે નક્કર અને પારદર્શક નીતિ અપનાવી જોઈએ.
પ્રિયંકા ગાંધી
પ્રિયંકાએ લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં દર્દીઓને બેડ ન મળતા હોવાના સમાચારને લઇ એક ફેસબુક પોસ્ટ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, મુખ્યપ્રધાને થોડા દિવસો પહેલા લાખો બેડ હોસ્પિટલમાં ઉપલ્બધ કરાવાનો ખોટો દાવો કર્યો હતો. જોકે કોરોના કેસ વધી રહ્યા હોવાથી અવ્યવસ્થાના કેસ પણ બહાર આવી રહ્યા છે.
તેમણે દાવો કર્યો, આ હોસ્પિટલ મુખ્યપ્રધાનના ઘરથી થોડા કિલોમીટર દૂર આવેલી છે. જ્યાં દર્દીઓને બેડ પણ નથી મળ્યા.