ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફરીથી ડાઉન થયું ઈંસ્ટાગ્રામ, દુનિયાભરના યુઝર્સ પરેશાન

ન્યૂઝ ડેસ્ક: ફોટો-મેસેજીંગ એપ ઈંસ્ટાગ્રામના યુઝર્સ આ એપને કારણે હાલ લાલઘૂમ થયેલા જોવા મળી રહ્યા છે. કારણ કે તેના ઉયપોગ કરવામાં યુઝર્સને ફરી એક વાર તકલીફો પડી રહી છે. ઈંસ્ટાગ્રામ પર ફરી વાર આ રીતે થતી તકલીફોને કારણે દુનિયાભરના વપરાશકારો આ એપ વાપરવાથી કંગાળી ગયા છે. રિપોર્ટ મુજબ કાલે સવારે 10 વાગ્યાથી ઈંસ્ટાગ્રામમાં પરેશાની આવી રહી હતી, જેમાં અમેરિકા, બ્રિટેન તથા યુરોપના યુઝર્સ હેરાન થયા હતાં.

file

By

Published : Jul 17, 2019, 5:36 PM IST

આ પ્રકારની ઈંસ્ટાગ્રામમાં વારંવાર તકલીફોને કારણે યુઝર્સ ટ્વીટર પર હૈયાવરાળ કાઢી રહ્યા છે.

એક યુઝર્સે તો ગુસ્સે થઈને ટ્વીટ કર્યું હતું કે, હવે કેટલી વખત આવુ થવાનું છે. મને લાગે છે કે, હવે તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે, હૈશટૈગ ઈંસ્ટાગ્રામ ડાઉન.

જો કે, ઈંસ્ટાગ્રામે હજૂ સુધી આ અંગે કોઈ કારણોની તપાસ કરાવી નથી તથા કોઈ જાણકારી પણ આપી નથી.

દુનિયાભરમાં જોઈએ તો 238 કરોડથી પણ વધારે લોકો ફેસબુક તથા આવા એપ સાથે જોડાયેલા છે. જેમાં વોટ્સએપ તથા ઈંસ્ટાગ્રામ પણ સામેલ છે. પાછલા ચાર મહિનાની વાત કરીએ તો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે યુઝર્સ, જેમાં ઈંસ્ટાગ્રામમાં તો સૌથી વધુ તકલીફો આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details