મધ્ય પ્રદેશ: મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના ફિઝિયોલોજી વિભાગમાં નિદર્શનકાર તરીકે કામ કરનારા એક ડોક્ટર કોવિડ-19 નમૂનાના પરીક્ષણને લગતા વિગતોના દસ્તાવેજો માટે વાઈરલોજી લેબમાં ફરજ બજાવે છે. જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે કોલેજના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરીના નમૂનાઓની ચકાસણી અને તપાસ સાથે ડોક્ટરને કંઈ લેવાદેવા નથી.
કોવિડ-19: ઈન્દોરના ડોક્ટરનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ - કોરોનાનો રિપોર્ટ
મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના ફિઝિયોલોજી વિભાગની વાઇરોલોજી લેબમાં ફરજ પરના એક ડોક્ટરનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલેજના કર્મચારીઓ અને તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
કોલેજના ડીને જણાવ્યું કે, ચેપગ્રસ્ત ડોક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે, અને તેની હાલત સ્થિર છે. કોલેજના કર્મચારીઓ અને તેની સાથે સંપર્કમાં રહેલા અન્ય લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
કોલેજના વાઈરોલોજી લેબમાં હાલમાં કેટલાક દર્દીઓની કોવિડ-19ની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં ઈન્દોર તેમજ પશ્ચિમ મધ્ય પ્રદેશના અન્ય જિલ્લાના દર્દીઓના નમૂના છે. મેડિકલ કોલેજ સાથે જોડાયેલી મહારાજા યશવંતરાવ હોસ્પિટલની મહિલા નિવાસી ડોક્ટર, એક નર્સ અને કેટલાક અન્ય કર્મચારીઓમાં પણ કોરોના વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.