સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક મામલાના વિભાગના જમસંખ્યા ખંડ દ્વારા પ્રકાશિત ધ વિશ્વ પોયુલેશન પ્રોસ્પેક્ટસ 2019: હાઈલાઈટ્સ શીર્ષક વાળા અભ્યાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 30 વર્ષોમાં એટલે કે 2050 સુધીમાં જનસંખ્યા 7.7 અરબથી વધીને 9.7 અરબ સુધી પહોંચી જવાની સંભાવના છે.
ભારત 2027 સુધીમાં વસ્તીના મામલામાં ચીનને પાછળ રાખી દેશે: સંયુક્ત રાષ્ટ્ર - United Nations
નવી દિલ્હી: ભારત 2027 સુધી વસ્તીના મામલામાં ચીનને પાછળ રાખી દેશે. આ જાણકારી સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં સોમવારે આપવામાં આવી છે.
ફાઈલ ફોટો
આ અભ્યાસ પ્રમાણે વિશ્વની વસ્તી આ સદીના અંતમાં લગભગ 11 અરબ સુધી પહોચી જવાની સંભાવના છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2050 સુધી વસ્તીમાં વધારો થશે. જેમાં વસ્તી વધારામાં ભારત, નાઈઝીરિયા, પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, ઈથિયોપિયા, તંઝાનિયા, ઈન્ડોનેશિયા, મિસ્ત્ર અને અમેરિકામાં વધારો થવાનું અનુમાન છે.
Last Updated : Jun 18, 2019, 9:32 AM IST