અહીં લોકોને સંબોધતા સિંહે જણાવ્યું કે, ભારતીય સેના દ્વારા આ વર્ષે 86 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 20 આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આતંકીઓને પકડવાની આ કામગીરી આ રીતે જ ચાલુ રાખવામાં આવશે. તથા આતંકને માર્ગે જતા બાળકો તથા અન્ય દરેક વ્યક્તિને પણ ભારતીય સેના દ્વારા રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, સિંહે 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી બાલાકોટ એરસ્ટ્રાઈકના પણ વખાણ કર્યા હતા. આ એર સ્ટ્રાઈકને તેમણે ભારતની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.
ભારતીય સેનાએ આ વર્ષે 86 આતંકીઓનો કર્યો ખાત્મો સિંહે કહ્યું કે, “પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારની નાપાક હરકત કરવામાં આવશે તો ભારત દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. જરૂર પડશે તો ભારતીય સેના અને વાયુસેના ઉગ્ર પગલું લેવા માટે પણ તૈયાર છે.”
કાશ્મીરના યુવાનો દ્વારા કરવામાં સેનાની વિરૂદ્ધમાં હથિયારો ઉપાડીને કરવામાં આવતી આતંકી હરકતો અંગે સિંહે જણાવ્યું કે, “ગત વર્ષે 217 યુવાનો દ્વારા સેના વિરોધી કૃત્યો કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે પરિસ્થિતિઓમાં સુધાર આવ્યો છે. આ વર્ષે આવા માત્ર 40 જ યુવાનો નોંધવામાં આવ્યા છે.”
યુવાનોના સેના સામે હથિયાર ઉપાડવા અંગે સિંહે જણાવ્યું કે, પાકિસ્તાની એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કાશ્મીરના યુવાનોને ભડકાવવામાં આવી રહ્યા છે. LOC પરથી આતંકીઓનું ઘૂષણખોરી કરવું હવે મુશ્કેલ બન્યું હોવાથી પાકિસ્તાની એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે, પરંતુ હવે કાશ્મીરના યુવાનોમાં સજાગતા આવી છે, તેઓ સમજે છે કે, તેમને આતંકી પ્રવૃત્તિઓમાં જોડાવવામાં કોઈ ભલાઈ નથી.