રેલવેએ દાવો કર્યો છે કે, 2019નું વર્ષ ઐતિહાસિક રહ્યું અને આ દરમિયાન ગયા 20 વર્ષોથી અટવાયેલા કાર્યોને પૂર્ણ કર્યાં છે. રેલવે રૉલિંગ સ્ટૉકના સદસ્ય સચિવ રાજેશ અગ્રવાલે મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો કે, પેસેન્જર અનુભવ, મોબિલિટી વધારવા, ફ્રંટ કૉરીડોર વધારવા, કોચના ઉત્પાદન અને પર્યાવરણ સંરક્ષણના મુદ્દે રેલવેએ કાર્યો કર્યા છે. તેમણે કહ્યું કે, રેલવેએ 2019માં એક અરબ ડૉલરનું વધુ ઉત્પાદન કર્યુ છે.
ભારતીય રેલવેની સફળતા, 2018-19ના વર્ષમાં 1 અરબ ડૉલરથી વધુનું ઉત્પાદન
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ દાવો કર્યો છે કે, 2019નું વર્ષ ઐતિહાસિક રહ્યું છે. રેલવે રૉલિગ સ્ટૉકના સદસ્ય સચિવ રાજેશ અગ્રવાલે જાણકારી આપી કે, 2019માં રેલવેએ 1 અરબ ડૉલરથી વધુ ઉત્પાદન કર્યુ છે.
અગ્રવાલના જણાવ્યાનુસાર આ વર્ષે પેસેન્જરની સુવિધાના હિસાબથી ટ્રેનોની સર્વિસ ખૂબ જ સારી રહી. જ્યારે રેલવે 10 ટકા એલએચબી પર પરિવર્તિત થઈ ગઈ છે. રેલવેએ દાવો કર્યો કે, સ્માર્ટ કોચ બનાવવાની દિશામાં તમામ કોચમાં અત્યાધુનિક બાયો ટોયલેટ, એલઈડી લાઈટની વ્યવસ્થા થઈ ગઈ છે. ભારતીય રેલવે માટે મોબલિટી એક સમસ્યા રહી છે. આ માટે સરકાર તરફથી તમામ ઝોનમાં રેલવે હબ બનાવવામાં આવી રહ્યાં છે. જેથી ઈન્ટર સીટી ટ્રેન, ક્ષેત્રીય ટ્રેન, શહેરી ટ્રેન અને મેટ્રો ટ્રેનને જોડી શકાય. જેનાથી રેલવેના ભાર અને સમય બંનેની બચત થશે.
રેલવેએ એમ પણ દાવો કર્યો કે, સ્વચ્છતા મિશન લાગુ કરવામાં 100 ટકા સફળતા મળી છે. પર્યાવરણની સંરક્ષણની દિશામાં તમામ ટ્રેનમાં 100 ટકા બાયો ટોયલેટની વ્યવસ્થા કરાઈ છે. જેનાથી દેશના તમામ 8 હજાર સ્ટેશનો ગંદકીથી મુક્ત થશે.