- કોરોનાના કારણે અનેક મોટા નેતાઓના થયા મોત
- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું પણ કોરોનાથી મોત થયું હતું
- અનેક નિદાન બાદ પણ ના બચી શક્યા મોટા નેતાઓ
ન્યૂઝ ડેસ્કઃ કોરોનાના કારણે રાજકીય ક્ષેત્રના મોટા મોટા નેતાઓએ જીવ ગુમાવ્યા છે. આવો જોઈએ કોંગ્રેસના કયા નેતાના કોરોનાથી મોત થયા..
25.11.2020: કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું કોવિડ -19 સામે લડત દરમ્યાન નિધન થયું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલેનો કોવિડ–19 પોઝિટિવ રિપોર્ટ આવ્યાના એક મહિનાની અંદર બહુવિધ અંગની નિષ્ફળતાના કારણે અવસાન થયું હતું.
23.11.2020: આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈનું 84ની વયે અવસાન થયું
પીઢ કોંગ્રેસી નેતાની કોવિડ-19ની સારવાર બાદ ઊભી થયેલી જટિલતાના કારણે ગૌહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
5.10.2020: યુપી કોંગ્રેસ નેતા નસીબ પઠાણનું કોવિડ-19ના અવસાન થયું
યુપી કોંગ્રેસના નેતા નસીબ પઠાણનું લખનઉ ખાતે COVID-19થી અવસાન થયું.
27.09.2020: કેરળ કોંગ્રેસના નેતા સી. એફ. થોમસનું 81ની વયે અવસાન
કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચાંગના શેરીના ધારાસભ્ય સી. એફ. થોમસનું તિરૂવલાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
22.09.20: રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રધાન ઝાકિયા ઈનામનું ૭૧ વર્ષની વયે COVID-19માં પટકાયા બાદ નિધન થયું
17.09.20: ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા દલસિંગાર યાદવનું કોરોનાથી અવસાન થયું હતું. તેમની લખનઉમાં સારવાર ચાલી રહી હતી.
12.09.20: બોરસલા બ્લોક કોંગ્રેસ (I)ના પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર બિજોય પોલનું 72 વર્ષની વયે તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નિધન થયું હતું.
31.08.20: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિનું કોવિડ નિદાન બાદ નિધન થયું હતું.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 21 દિવસ પછી તેમનું અવસાન થયું હતું.
08.08.20: એપીસીસીના ઉપપ્રમુખ અને ડીસીસી ના ભૂતપૂર્વ અધ્યક્ષ યેડલા અદિરાજુનું કોવિડ-19થી 53 વર્ષની વયે અવસાન થયું હતું. છ વર્ષ પહેલાં જ્યારે પીસીસીના પૂર્વ અધ્યક્ષ બોત્ચા સત્યનારાયણની આગેવાની હેઠળના મોટા ભાગના તમામ નેતાઓ વાયએસઆરસીપીમાં જોડાયા હતા ત્યારે જિલ્લામાં કોંગ્રેસ માટે એકલ યુદ્ધ લડવા માટે આદિરાજુ પ્રખ્યાત બન્યા હતા.
08.08.20: તેલંગાણા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને 8 વખતના સાંસદ નંદી યેલૈયા હૈદરાબાદમાં કોવિડ -19થી અવસાન પામ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના અગ્રણી દલિત નેતા, યેલ્લૈયા તેમના મૃત્યુ સુધી ટીપીસીસીના ઉપપ્રમુખ હતા.
13.07.20: તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ટીપીસીસી)ના સચિવ જી. નરેન્દ્ર યાદવે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 વાયરસથી દમ તોડી દીધો.
3 જૂન, 2020: લદ્દાખના કોંગ્રેસના પી.નમગ્યાલના મૃત્યુ પછી કોવિડ-19ના પરિક્ષણો કરવામાં આવ્યા ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લેહમાં તેમના મૃત્યુના એક દિવસ પછી, ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અને લદ્દાખના કોંગ્રેસના ત્રણ વખતના સાંસદ, પી. નામગ્યાલ કોવિડ-19 પોઝિટિવ જાહેર થયા હતા.
બીજી તરફ જો ભાજપની વાત કરવામાં આવે તો જોઈએ ભાજપના કયા નેતાનું કોરોનાથી અવસાન થયું.
અનુ.ક્રમ | નેતાનું નામ | મૃત્યુ સ્થળ | કોવિડ 19 પૂર્વે /પછી/દરમિયાન મૃત્યુ | ભાજપમાં વર્તમાન સ્થિતિ |
1. | કિરણ મહેશ્વરી (59) | ગુરુગ્રામ | દરમિયાન | ધારાસભ્ય, રાજસ્થાન |
2 | અભય ભારદ્વાજ (66) | ચેન્નઈ | દરમિયાન | સાંસદ, ગુજરાત |
3 | મહેશ શર્મા (76) | વડોદરા | દરમિયાન | વડોદરા ઉપપ્રમુખ, ગુજરાત |
4 | ચેતન ચૌહાણ (73) | દિલ્હી | દરમિયાન | મધ્યપ્રદેશ (યુપી) |
5 | કમલ રાણી વરૂણ (62) | યુપી | દરમિયાન | ઉત્તર પ્રદેશ, કેબિનેટ પ્રધાન |
6 | અશોક ગાસ્તી (55) |