પાક. મિનિસ્ટરે ભારતની કાર્યવાહી બાદ ફટાફટ પ્રેસ કોન્ફરંસ કરવા લાગ્યા છે. અહીં તેમણે કહ્યું હતું કે, ભારતીય નાટકો, ફિલ્મ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પર પાકિસ્તાનમાં બેન લાગી જશે.
...તો શું પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લાગી જશે ? - ભારતીય ફિલ્મો
કરાંચી: પાકિસ્તાનના ઈંફોર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટર ડૉ.ફિરદૌસ આશિક અવાને પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.પાકિસ્તાનના આ પ્રધાને કાશ્મીર પર કરેલી ભારતીય કાર્યવાહી બાદ આ જાહેરાત કરી છે.
file
પાક. મિનિસ્ટરનું કહેવું છે કે, પાકિસ્તાનના કોઈ પણ સિનેમાઘરમાં ભારતીય ફિલ્મો નહીં ચાલે. ઉપરાંત વધુમાં તેમણે કહ્યું હતું કે, દુકાનો, સીડી, સિનેમાઘર તથા અન્ય કોઈ પણ રીતે મનોરંજન તથા જેનાથી સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું હોય તેના પર મજબૂત પૉલીસી લાવી રહ્યા છીએ.