DCGAએ ટ્વિટ કરી જણાવ્યું કે, DCGA ની સલાહથી બધી જ ભારતીય એયરલાઇન્સ સંચાલકોએ મુસાફરો માટે સુરક્ષિત મુસાફરી કરવા માટે ઇરાની હવાઇ વિસ્તારના અસરગ્રસ્ત ભાગોથી બચવાનો નિર્ણય કર્યો છે.
ઇરાન ઉપરથી હવે પસાર નહીં થઇ શકે ભારતીય એયરલાઇન્સ
નવી દિલ્હી: અમેરિકા અને ઇરાનના રાજકીય ગરમાવા વચ્ચે ભારતના વિમાનના નિયામક DCGAએ શનિવારે જણાવ્યું કે, ભારતીય એયરલાઇન્સે ' ઇરાની હવાઇ ક્ષેત્રના અસરગ્રસ્ત ભાગો' થી બચવા અને ઉડાન માર્ગને ફરીથી નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો છે.
ઇરાન ઉપરથી હવે પસાર નહીં થઇ શકે ભારતીય એયરલાઇન્સ
અમેરિકી વિમાનન નિયામક, સંધીય વિમાનન પ્રશાસને શુક્રવારે એયરમેનને એક નોટિશ પાઠવી જાહેર કર્યુ છે કે, જેમાં વહેલી સૂચના મળ્યા સુધી અમેરિકામાં રજિસ્ટર્ડ વિમાનોને ઇરાન હવાઈ વિસ્તારમાંથી જવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
ઉલ્લેખનિય છે કે વિસ્તારમાં સૈન્ય ગતિવિધિયા ઝડપી થવાને લઇને અમેરિકા અને ઇરાન વચ્ચે ગરમાવો વધ્યો છે.