સરકારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકો માટે એડવાઝરી જાહેર કરવામાં આવી હતી. જેમા અમરનાથ યાત્રીઓને નિશાનો બનાવી આતંકી હુમલાના ઇનપૂટ મળ્યા છે. જેને ધ્યાનમાં લઈ તમામ યાત્રીઓને જલ્દીથી જમ્મુ-કાશ્મીર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતીય વાયુ સેનાનું વિમાન શ્રીનગર થી 320 પર્યટકો સાથે રવાના - Jammu and Kashmir
શ્રીનગર: ભારતીય વાયુ સેનાનું વિમાન 326 પર્યટકોની સાથે શ્રીનગરથી રવાના થયુ છે. રાજ્ય વહીવટ તંત્રની સલાહ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. સરકાર દ્વારા અમરનાથ યાત્રા અધવચ્ચે જ રોકી ઝડપથી ધાટી છોડવાનું કહેવામાં આવ્યું છે.
Indian Air Force plane
પોલીસે શ્રીનગરમાં તમામ હોટલોમાં કોઈપણ નવા મુસાફરોને રહેવા માટે પરવાનગી ન આપવા જણાવ્યું હતુ. હવાઈ ટિકિટના પર્યટકોને અન્ય વિમાનથી મોકલવા માટે હવાઈમથક પર પહોચવાનું કહેવામાં આવ્યું છે. પર્યટક અને અમરનાથ યાત્રાના શ્રદ્ધાળું કાશમીર ધાટીથી જવા લાગ્યા છે.