ભારતીય વાયુદળનાં યોદ્ધાએ રાષ્ટ્રીય બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો
ન્યૂઝ ડેસ્ક:સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં સાર્જન્ટ અરુણ ચૌધરીએ રાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ પ્રતિયોગિતામાં 55 કિલોગ્રામની શ્રેણીમાં ભાગ લીધો હતો અને રજતચંદ્રક જીત્યો છે. ભારતનાં ટોચનાં 700 પુરુષ અને મહિલા ખેલાડીયોએ ભાગ લીધો હતો. તેઓ ઇન્ટર-સર્વિસીસ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ 2018-19નાં સિલ્વર મેડલિસ્ટ પણ છે.
એર માર્શલ એચ એસ અરોરા, એવીએસએમ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સાર્જન્ટ અરુણ ચૌધરીનું નેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ રોકડ રકમ સાથે સન્માન કર્યું હતું. ભારતીય વાયુદળ રમતગમત અને સાહસનાં ઉત્સાહને વધારવાની લાંબા ગાળાની પરંપરા ધરાવે તેમજ એનાં અધિકારીઓને રમતગમતની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટતા પ્રદર્શિત કરવા પ્રોત્સાહન આપે છે. એર માર્શલ એચ એસ અરોરા, એવીએસએમ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડએ નેશનલ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં 55 KG. કેટેગરીમાં રજતચંદ્રક વિજાઇ સાર્જન્ટ અરુણ ચૌધરીને સન્માનિત કર્યા.