જળ સંસાધન પ્રધાન નીતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું કે, PM મોદીની આગેવાનીમાં અમારી સરકારે પાકિસ્તાનના પ્રવાહિત થનારુ આપણા ભાગનું પાણી રોકવાનું નિર્ણય કર્યો છે. અમે પૂર્વી નદીઓના પાણીના પ્રવાહનો રસ્તો બદલી દઈશું. આ પુરવઠાનો લાભ જમ્મુ-કાશ્મીર અને પંજાબના લોકોને મળશે.
પાકિસ્તાન હવે પાણી માટે તરસશે, જાણો શું છે સિંધુજળ સંધિ?
ન્યૂઝ ડેસ્કઃ પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે કડક વળણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાનના પૂર્વી ક્ષેત્રોની નદીઓમાંથી મળનાર પોતાના પાણી પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, પાડોશી દેશ પાકિસ્તાનને ભારતમાંથી વહેતી ત્રણ નદીઓ પૈકી વ્યાસ, રાવી અને સતલૂજનું પાણી મળે છે.
ડિઝાઈન ફોટો
વધું એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, રાવી નદી પર શાહપુર કંડીમાં ડેમનું નિર્માણ શરૂ થઈ ગયું છે. આ સિવાય, ઉઝ પ્રોજેક્ટમાં ભારતના ભાગનું પાણી જમ્મુ-કાશ્મીરમાં ઉપયોગ માટે સગ્રહ કરવામાં આવશે અને બચેલું પાણી બીજા રાવી-વ્યાસ લિકંથી પ્રવાહિત થશે. જે બીજા રાજ્યોને મળશે.
શું છે સિંધુ જળ સંધિ
- સિધું જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જળ વહેંચણીની સમજૂતિ થઈ હતી. જેમાં ભારત ત્રણ પૂર્વી નદીઓ, વ્યાસ, રાવી અને સતલૂજના પ્રવાહનું 33 મિલિયન (3.3 કરોડ) એકર ફીટ પાણી પર નિયંત્રણ (MAF) ભારતનું પ્રદાન કરવામાં આવ્યું હતું.
- વર્ષ 1960માં ભારતના તાત્કાલિન PM જવાહરલાલ નેહરૂ અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અયુબખાને સિંધુ જળ સંધિની કરી હતી. આ સંધિ હેઠળ સિંધુ નદીની સહાયક નદીઓને પૂર્વી અને પશ્વિમી નદીઓમાં વહેંચણી કરવામાં આવી હતી. આ કરારમાં સિંધુ, ઝેલમ, ચિનાબનું પાણી પાકિસ્તાને આપવામાં આવ્યું હતું અને રાવી વ્યાસ, સતલૂજનું પાણી ભારતને આપવામાં આવ્યું.
- ભારત પોતાની નદીઓનું પાણી, કેટલાક અપવાદ છોડીને, બેરોકટોક ઉપયોગ કરી શકે છે. પાકિસ્તાનવાળી નદીઓનું પાણીના ઉપયોગનો અમુક સીમિત અધિકાર ભારતને પણ આપવામાં આવ્યો હતો. જેમાં વિજળી બનાવવી, કૃષિ માટે પાણીનો પણ ઉલ્લેખ હતો. પાકિસ્તાન ભારતમાં વિજળી ઉત્પન્ન કરનારી વીજપરિયોજનાઓ પર આપત્તિ ગણાવતું રહ્યું છે.
- ભારતના કાશ્મીરી લોકો સ્થાનિક જળનો લાભ લઈ શકતા નથી. જ્યારે BJPના સમર્થનથી મહબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરના CM હતા તો તેમણે કહ્યું હતું કે, સિંધુ જળ સંધિથી રાજ્યને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર તેના વળતર માટે પગલા લીધા હતા. પાકિસ્તાનના પંજાબ અને સિંધ વિસ્તારમાં કૃષિ માટે આ પાણી મળે છે. પાકિસ્તાનના વધારે વિસ્તારોમાં સિચાઈ માટે એક વિકલ્પ ભારતનું પાણી છે. પાકિસ્તાનની ઈન્ડસ્ટ્રી અને શહેરોની વિજળી માટે આ સમજૂતિ ઘણી મહત્વની છે.
- આ કરાર પ્રમાણે કોઈ પણ એકતરફી રીતે આ સંધિને ન તોડી શકે અથવા તો બદલી શકે, પરંતુ જાણકારો માને છે કે, ભારત વિયના સમજૂતિના લો ઓફ ટ્રિટીઝના અંતર્ગત પાછળ હટી શકે છે. જેમાં પાકિસ્તાનની આતમકી જૂથોનું સાથેની કેટલીક નરમતાનો વિરૂદ્ધ કરી પગલા લઈ શકે છે.
- મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત કહ્યું કે, જો મૂળ સ્થિતિમાં પરિવર્તન થાય તો કોઈ સંધિને રદ કરી શકાય છે, પરંતુ આ કહેવું કે કરવું સરળ નથી. પાણી વહેંચણી બાદ સિંધુમાંથી વહેતી નદીઓ પર થયેલા વિવાદની મધ્યસ્થા વલ્ડ બેંકે કરી હતી. જો ભારત આ સમજૂતિ તોડે છે તો પાકિસ્તાન સૌથી પહેલા વિશ્વ બેંકની પાસે જશે અને વિશ્વ બેંક આવું કરવા પર ભારત પર દબાણ કરી શકે છે.