ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાયરસઃ ભારતીયોને વતન લાવવા 26 ફેબ્રુઆરીના રોજ વુહાન જશે એરફોર્સનું વિમાન

ભારતીય એરફોર્સનું વિમાન 26 ફેબ્રુઆરીના રોજ ચીનના વુહાન શહેર જશે. આ જાણકારી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. મોદી સરકારના સ્વાસ્થ મંત્રાલય સાથે થયેલ ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસઃ ભારતીયોને વતન લાવવા 26 ફેબ્રુઆરીના રોજ વુહાન જશે એરફોર્સનું વિમાન
કોરોના વાયરસઃ ભારતીયોને વતન લાવવા 26 ફેબ્રુઆરીના રોજ વુહાન જશે એરફોર્સનું વિમાન

By

Published : Feb 25, 2020, 4:37 AM IST

નવી દિલ્હીઃ ચીન પાસેથી મંજૂરી મળ્યા બાદ ભારતથી 26 ફેબ્રુઆરીના રોજ એરફોર્સનું સૌથી મોટું વિમાન સી-17 ચીનના વુહાન શહેર જવા રવાના થશે. આ વિમાનમાં કોરોના વાયરસથી લડી રહેલા ચીન માટે દવાઓ અને ઉપકરણ મોકલવામાં આવશે.

આ વિમાન 27 ફેબ્રુઆરીના રોજ ચીનમાં ફસાયેલા લગભગ 120 ભારતીયોને પરત લાવવા માટે જઇ રહ્યું છે અને ભારતીયોને લઇને પરત દિલ્હી આવી જશે. વિમાન ગાજિયાબાદના હિંડની એયર બેસથી રવાના થશે.

જ્યારે ચીનથી આવેલા લોકોની તપાસ કરવામાં આવશે, તેઓને 14 દિવસોમાટે વિશેષ દેખરેખમાં રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details