ભારતની અસ્થાયી સદસ્યતાનું સમર્થન કરનારા સમૂહમાં ચીન અને પાકિસ્તાન પણ શામેલ છે. ભારતની ઉમેદવારીનું સમર્થન કરનારા દેશમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઇન્ડોનેશિયા, ઇરાન, જાપાન, કુવૈત, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાલ, કતાર, સાઉદી અરબ, શ્રીલંકા, સીરીયા, તુર્કી, UAE અને વિયતનામ પણ સામેલ છે.
UN સુરક્ષા પરિષદની અસ્થાયી સદસ્યતા માટે ભારતને 55 દેશનું સમર્થન - Bhutan
ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને મોટી કુટનૈતિક જીત મળી છે. UNSCમાં ભારતની અસ્થાયી સદસ્યતા માટે 55 દેશના એશિયા પ્રશાંત સમૂહે સર્વસંમતિથી પોતાનું સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના ભારતના એક સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને આ માહિતી આપી છે.
ભારતીય ઉમેદવારોનું સમર્થન કરનારા દેશનો આભાર વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યુ છે કે, "સર્વસંમતિથી લીધેલો નિર્ણય. એશિયા પ્રશાંત સમૂહની સર્વસંમતિથી સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યતાના 2021-22 સત્રના બે વર્ષના કાર્યકાળ માટે ભારતની દાવેદારીનું સમર્થન કર્યુ"
તેમણે આ ટ્વીટ સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "એશિયા પ્રશાંત સમૂહના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યતા માટે ભારતની દાવેદારીનું સમર્થન કરવામાં આવ્યું છે. 55 દેશ, એક ઉમેદવાર-ભારત, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાયી સદસ્યતાના 2021-22ના કાર્યકાળ માટે."