નવી દિલ્હી: પાકિસ્તાને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા પર ટિપ્પણી કરી હતી. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાને ભારતની બાબતોમાં દખલ કરવાનું અને સાંપ્રદાયિકતા વધારવાનું ટાળવું જોઈએ. મંત્રાલયે કહ્યું કે, જે દેશ આતંકવાદને આશરો આપતો હોય, તે આવી ટિપ્પણીઓ કરે તે આશ્ચર્યજનક નથી.
રામમંદિર પર પાકને જવાબ, આતંકવાદી દેશ પાસેથી આવી જ અપેક્ષા
રામમંદિર ભૂમિ પૂજન અંગે પાકિસ્તાનના પ્રતિસાદ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આવી ટિપ્પણીઓ અફસોસકારક છે.
રામ મંદિર પર પાકને જવાબ
રામ મંદિર અંગે પાકિસ્તાનની ટિપ્પણીના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરહદ પાર આતંકવાદ સાથે સંકળાયલા દેશનું આ વલણ આશ્ચર્યજનક નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, પાકિસ્તાને ભારતના આંતરિક મામલામાં દખલ ન આપવો જોઈએ. અમે મીડિયામાં ભારતના આંતરિક મામલા પર પાકિસ્તાનના નિવેદન જોયા છે.
મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન પોતે જ તેમના દેશની લઘુમતીઓને તેમના અધિકારથી વંચિત રાખે છે. આવા નિવેદન અફસોસકારક છે.