ગુજરાત

gujarat

By

Published : Aug 31, 2020, 6:34 PM IST

ETV Bharat / bharat

શસ્ત્રોના નિકાસ માટે ભારતે એશિયા અને મધ્ય પૂર્વના 14 દેશોની સૂચી તૈયાર કરી

માત્ર વિદેશી દેશોને લશ્કરી સાધનો વેચીને 2025 સુધીમાં 35,000 કરોડ રૂપિયા કમાવવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે, ભારતે તેની સંરક્ષણ નિકાસ માટે લક્ષ્યાંક સ્થળો તરીકે લગભગ 14 દેશોની સૂચિ તૈયાર કરી છે.

India lists 14 countries in Asia and the Middle East for arms exports
શસ્ત્રોના નિકાસ માટે ભારતે એશિયા અને મધ્ય પૂર્વના 14 દેશોની સૂચી તૈયાર કરી

નવી દિલ્હી: માત્ર વિદેશી દેશોને લશ્કરી સાધનો વેચીને 2025 સુધીમાં 35,000 કરોડ રૂપિયા કમાવવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે, ભારતે તેની સંરક્ષણ નિકાસ માટે લક્ષ્યાંક સ્થળો તરીકે લગભગ 14 દેશોની સૂચિ તૈયાર કરી છે.


આગામી પાંચ વર્ષમાં વિશ્વ ના પાંચ હથિયાર નિકાસ કરનારા દેશો માં સ્થાન મેળવવા નું લક્ષ્ય છે.
“અમે લગભગ 14 દેશો ની પ્રોફાઇલ તૈયાર કરી છે જ્યાં આપણે આપણા લશ્કરી સાધનો વેચી શકીએ છીએ. આ બધા એશિયા અને મધ્ય પૂર્વના મૈત્રીપૂર્ણ દેશો છે, ” આ ગતીવિધી થી પરિચિત એક અધિકારીએ ઇટીવી ભારતને જણાવ્યુ હતું .

આ પ્રયાસ ચાલી રહેલા ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રયાસ સાથે સુસંગત છે અને આ પહેલા ભારત ની અત્યાર સુધી ની વિશ્વમાં હથિયાર આયાતકાર ની છબી છે તેનાથી વિપરીત છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસ. આઈ. પી .આર. આઈ) ના છેલ્લા આંકડા મુજબ સાઉદી અરેબિયા પછી બીજા સૌથી મોટા શસ્ત્રો ના આયાતકાર તરીકે ભારત નું સ્થાન છે
નિકાસના મૂલ્યમાં, ભારત મોરિશિયસ, મ્યાનમાર અને શ્રીલંકા સાથે તેના મુખ્ય ગ્રાહકો માં નીચેના ક્રમે છે.


ગુરુવારે સંરક્ષણ સચિવ (ઉત્પાદન) રાજ કુમારે સંરક્ષણ ઉત્પાદન માં ભારત ના આત્મનિર્ભરતા ને પ્રોત્સાહન આપવાની થીમ પર ના વેબિનારમાં જણાવ્યુ હતું કે સંરક્ષણ જોડાણો ની મદદ થી ભારત મૈત્રીપૂર્ણ દેશો ની રૂપરેખાઓ વિકસાવી રહ્યું છે. કુમારે જણાવ્યુ કે '' મેક ઈન ઈન્ડિયા 'થી' મેક ફોર વર્લ્ડ 'સુધીનો અમારો રસ્તો છે.

લશ્કરી સાધનો માં, ભારતીય રડાર, બંદૂકો, દારૂગોળો વગેરેની માંગ વધી છે અને કેટલાક મુખ્ય શસ્ત્રો ઉપરાંત રશીયાના સહયોગ થી બનેલ બ્રહ્મોસ મિસાઇલ નો સમાવેશ થાય છે

હાલ ભારત ઉત્પાદન માટેના મૂળ લાઇસન્સ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો (ઓ.ઈ.એમ.) પાસે થી ઉત્પાદન નું લાઇસન્સ મેળવી દેશ ની અંદર ઉત્પાદન કરવા ની પદ્વિતિ થી દૂર થવા માટે સંગઠીત પ્રયત્નો કરી સંયુક્ત સાહસો મારફતે સહ- ઉત્પાદક બનવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.


સંરક્ષણ મંત્રાલયે તેની વેબસાઇટ પર જાહેર પ્રતિસાદ માંગવા માટે ‘ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી (ડીપીઇપીપી) 2020’ ની રૂપરેખા પહેલેથી જ પોસ્ટ કરી છે.
ભારતીય સંરક્ષણ ઉત્પાદન મોટાભાગે શસ્ત્ર કારખાનાઓ અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્ર્મ

(ડી. પી. એસ. યુ) ના હાથ માં હતું. પરંતુ 2001 થી, ખાનગી ક્ષેત્ર ની કંપનીઓ ને સંરક્ષણ સાધનો ના ઉત્પાદન માટેના પરવાનો પણ આપવામાં આવ્યા છે.

તેના પરિણામે શસ્ત્રો અને દારૂગોળો, ટેન્કો, સશસ્ત્ર વાહનો, ભારે વાહનો, ફાઇટર વિમાનો અને હેલિકોપ્ટર, યુદ્ધ જહાજો, સબમરીન, મિસાઇલો, દારૂગોળો, ઇલેક્ટ્રોનિક સાધનો, અર્થ મુવર વગેરે જેવા વિવિધ ઉત્પાદનો ના વિકાસ થયો છે.


2019-20 માં, એરોસ્પેસ અને નૌકા શિપબિલ્ડિંગ ઉદ્યોગ સહિતના ભારતીય સંરક્ષણ ઉદ્યોગનું કદ આશરે 80,000 કરોડ રૂપિયા નું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેમાં શસ્ત્ર કારખાનાઓ અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્ર્મ (ડી. પી. એસ. યુ) ની આગેવા ની હેઠળના જાહેર ક્ષેત્રનો આશરે 63,000 કરોડ નો ફાળો છે જ્યારે ખાનગી ક્ષેત્રે લગભગ 17,000 કરોડ નું રોકાણ કર્યું છે.

- સંજીબ કેઆર બરુઆહ

ABOUT THE AUTHOR

...view details