ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19 બાદ ભારત-જાપાન વચ્ચે ભાગીદારી

કોવિડ-19 સામે જાપાનનું યુદ્ધ અનુકરણીય ગણી શકાય. આ મહામારીને કારણે તબાહ થયેલા કેટલાક ચીન સિવાયના દેશોમાં જાપાન પણ હતું. એક તબક્કે જાપાન કોરોનાનો સૌથી વધુ માર ઝીલનારો વિશ્વનો બીજા ક્રમનો દેશ હતો. અત્યારે તેનું સ્થાન 36મું છે. આ મહામારીને અટકાવવા અને કેસોની સંખ્યા નિયંત્રિત કરવાનો જાપાનનો સંઘર્ષ રસપ્રદ છે.

કોવિડ-19 બાદ ભારત-જાપાન વચ્ચે ભાગીદારી
કોવિડ-19 બાદ ભારત-જાપાન વચ્ચે ભાગીદારી

By

Published : Jun 5, 2020, 9:04 PM IST

વિદેશી માધ્યમોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય રોગશાસ્ત્રીયો આ મહામારી સામેની જાપાની ફૂલપ્રૂફ પ્રતિક્રિયાની નોંધ લેવાનું ચૂકી ગયા છે. કેટલાક નિષ્ણાતોએ એવો આક્ષેપ સુદ્ધાં લગાવી દીધો છે કે જાપાનની સરકારે ટોકિયોમાં યોજાનારી આગામી ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને કેસોની સંખ્યા જાણી જોઈને ઓછી નોંધી છે. પરંતુ જાપાનમાં હાલમાં કોરોનાને કારણે નોંધાઈ રહેલો મૃત્યુ દર આ આક્ષેપબાજોનાં મોં સીવી દે તેવો છે.

જાપાનની હોક્કાઈડો યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ પોલિટિક્સના પ્રોફેસર કાઝુટો સુઝુકીએ જણાવ્યું કે જાપાને ગ્રુપ-બેઝ્ડ પોલિસી મોડેલ ઉપર કામ કર્યું છે. આ મોડેલ સંસર્ગજન્ય બીમારીઓના અભ્યાસના સંશોધનોના આધારે ઘડવામાં આવ્યું હતું. આ મોડેલ સૌપહેલીવાર ત્રીજી જૂનના રોજ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ ઉપર લાગુ કરાયું હતું. આ ક્રુઝ યોકોહામા બંદરમાં પ્રવેશ્યું હતું. આ મોડેલમાં પ્રત્યેક જૂથને ચેપનું મૂળ જાણવા માટે તપાસવામાં આવ્યું હતું અને તેને બીમારી ફેલાવવાથી દૂર કરાયું હતું. આ મોડેલમાં કોરોનાના યાદ્રચ્છિક પરીક્ષણો ફરજિયાત ન હતાં. જો ચેપગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા ઓછી હોય તો આ મોડેલ સફળ બનવાની સંભાવના છે અને આવાં જૂથો શરૂઆતના તબક્કે જ ઓળખી શકાય છે. અહીં એ નોંધવું જોઈએ કે જાપાનમાં કટોકટી જાહેર કરનાર સૌપ્રથમ હોક્કાઇડો પ્રદેશમાં આ મોડેલ અપનાવીને સંક્રમણને અટકાવી શકાયું હોવાનું સરકારે જણાવ્યું છે.

જાપાને પણ ત્રણ સીનું મોડેલ અપનાવ્યું છે, જેમાં લોકોને ઓછા હવાઉજાસ ધરાવતી ભીડવાળી જગ્યાઓ, ભીડવાળાં સ્થળો - જેમાં અનેક લોકો પરસ્પર ખૂબ નજીક અને અડી શકા તે રીતની વ્યવસ્થા હોય, ત્યાં જવાનું ટાળવા માટે વિનંતી કરવામાં આવી છે. આ મોડેલ્સ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ કરાયા હોવાથી સારાં પરિણામ મળી રહ્યા હોવાનું જણાય છે. વ્યાપક પગલાં લીધાં હોવાને કારણે મહામારી હાલમાં નિયંત્રણ હેઠળ હોવા છતાં વિશ્વભરના નિષ્ણાતોને હજુ બીજો તબક્કા વિશે ચિંતા છે. પરંતુ પ્રતિ 1000 લોકોની વસ્તીએ હોસ્પિટલોમાં 13 પથારીઓ ઉપલબ્ધ હોવા સાથે આધુનિક જાહેર સ્વાસ્થ્ય સંભાળને કારણે જાપાન જોખમમાંથી બહાર નીકળ્યું ગયું છે તેમ કહી શકાય.

એ વાતમાં કોઈ શંકા નથી કે હાલની કટોકટને પગલે વિશ્વએ અનેક પરિવર્તનો અપનાવવાં પડશે. મહામારીનો સામનો કરવા માટે ભારત વિશ્વનું નેતૃત્ત્વ કરવા ઉપરાંત, સર્જાયેલી સમસ્યાઓમાંથી તકો શોધવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ચીન, જાપાનનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. લોકડાઉન દરમ્યાન ચીને પોતાનાં કારખાનાં બંધ કરતાં જાપાનના ઉત્પાદકો ઉપર અસર થઈ હતી. જાપાને ચીન ઉપરની વધુ પડતી નિર્ભરતા વિશે વિશ્લેષણ કરવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની કંપનીઓને ચીનમાંથી ઉત્પાદન ખસેડવા માટે ભંડોળ આપવાનું શરૂ કર્યું છે. અલબત્ત, ભારતીય કંપનીઓ માટે આ સારા સમચાર છે કે જાપાને આ માટે 2.2 અબજ અમેરિકન ડોલર અલગ ફાળવ્યાં છે. ભારત અને જાપાન વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધો ઘણા સારાં છે, એટલે જાપાનના આ નિર્ણયથી ભારતને વધુ લાભ મળે તેવી શક્યતા છે.

જાપાનનાં આ પગલાંથી સૌથી વધુ લાભ પામી શકે તેવા દેશોમાં ભારત, થાઈલેન્ડ, વિયેતનામ અને બાંગ્લાદેશ છે. આ તક ઝડપી લેવા ભારતે સકારાત્મક માહોલ સર્જવાની અને વેપાર કરવાનું વધુ સુગમ બનાવવાની જરૂર છે. જાપાનીઓનો વ્યાપાર શિષ્ટાચાર અલગ પ્રકારનો અને તે સંવેદનશીલ હોય છે. તેમની સંસ્કૃતિને સંપૂર્ણપણે સમજવી, એ સરળ કામ નથી. પરંતુ યોગ્ય માનસિકતા અને નીતિઓ દ્વારા આપણે કોવિડ-19 પછીના વિશ્વમાં ભારત અને જાપાન વચ્ચેનાં સંબંધોમાં મોટા ફેરફારોની આશા રાખી શકીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details