રવિવારે ભારતે એક જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે, અમેરિકાથી આવતા સફરજન, બદામ, અખરોટ, કાબુલી ચણા, મસુર દાળ, સહિતની 28 ચીજવસ્તુઓ પર આયાત કર વધારવામાં આવ્યો છે. જેમાં અખરોટ પરનો કર 30 ટકાથી વધારી 120 ટકા, કાબુલી ચણા, ચણા અને મસુરની દાળ પરનો કર 30 ટકાથી વધારી 70 ટકા કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશને અમેરિકાને ભારતનો વ્યાપારિક જવાબ ગણવામાં આવે છે. કારણ કે, ગયા વર્ષે અમેરિકાએ ભારતથી જતી વસ્તુઓ પર 25 ટકા આયાતકર વધાર્યો હતો. એટલુ જ નહીં એલ્યુમીનિયમના ઉત્પાદનો પર 10 ટકા ઈમ્પોર્ટ ટેક્સ વધારી દીધો હતો. એ પહેલા કોઈ પણ જાતનો કર લેવામાં આવતો નહોતો. હવે ભારતની આ જવાબી કાર્યવાહીથી 21.7 કરોડનો કર તીજોરીમાં ઉમેરો થશે.
ભારતે અમેરિકાને આપ્યો તેની જ ભાષામાં જવાબ, 28 વસ્તુઓ પર વધાર્યો ટેક્સ - india
ન્યૂઝ ડેસ્કઃ ગયા વર્ષે ભારતથી અમેરિકા જતી કેટલીક ચીજવસ્તુઓ પર 25 ટકા અને એલ્યુમીનિયમની કેટલીક વસ્તુઓ પર 10 ટકા જેટલો આયાત કર વધારી દીધો હતો. અમેરિકાની આ કાર્યવાહીનો જવાબ હવે ભારતે તેમની જ ભાષામાં આપ્યો છે.ભારતે પણ અમેરિકાથી આવતી 28 વસ્તુઓ પર ઈમ્પોર્ટ ટેક્સ વધારી દીધો છે.
ભારત અમેરિકાને વર્ષે 1.5 અરબ ડૉલરનું પોલાદ અને એલ્યુમીનિયમ નિકાસ કરે છે. 2017-18માં ભારતથી અમેરિકામાં 47.9 અરબ ડૉલરની નિકાસ અને 26.7 અરબ ડૉલરની નિકાસ કરવામાં આવી હતી. અમેરિકાએ ભારતને GSP અંતર્ગત કર વગરની નિયાતની સુવિધા 5 જૂનથી સમાપ્ત કરી દીધી હતી. જેથી ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક મુદ્દાઓ પર સમાધાન શક્ય બન્યુ નહીં. અમેરિકાના આ નિર્ણયથી ભારતની 5.5 અરબ ડૉલરની નિકાસ પર અસર થવાની સંભાવના છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારતે આયાત કર વધારવાનો નિર્ણય લીધો છે.