ઉપ સભાપતિ હરિવંશે કહ્યું કે, અમે ભારતના આંતરિક મુદ્દાને ઉઠાવતા આપત્તિ વ્યક્ત કરી હતી. અમે આ મુદ્દાના રાજનીતિકરણને પણ ફગાવી દીધો છે. જે આ શિખર સંમેલન માટે વિવાદાસ્પદ છે.
કાશ્મીર મુદ્દે માલદીવની સંસદમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ, હરિવંશે આપત્તિ વ્યક્ત કરી
નવી દિલ્હી/ માલે: પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના મુદ્દાને રવિવારે માલદીવમાં દક્ષિણ એશિયાઈ વક્તાઓના શિખર સંમલેનમાં ઉઠાવ્યો હતો. પાકિસ્તાની પ્રતિનિધિએ કાશ્મીરનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ત્યારે રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશે આપત્તિ વ્યક્ત કરી હતી.
pak
જણાવી દઈએ કે, શિખર સંમેલનમાં ભારતના પ્રતિનિધિમંડળની આગેવાની લોકસબાના અધ્યક્ષ ઓમ બિરલા કરી રહ્યા છે, પરંતુ આ મામલામાં પાકિસ્તાન વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ભારતનું કહેવું છે કે, આ ભારતનો આંતરિક મામલો છે.