ભારતીય તટરક્ષકે આ જહાજને સુરક્ષાના ધ્યાને રાખી ત્યાં રહેવાની પરવાનગરી આપી છે.વાયુ તૂફાનની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.જેને લઈ વિમાનના સંચાલનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.
ચક્રવાતમાં ફસાયેલા ચીનના 10 જહાજ ભારતે બચાવ્યા
ન્યૂઝ ડેસ્ક: અરબ સાગરમાં ચક્રવાત વાયુના કારણે ચીનને ભારત પાસેથી મદદ માંગવી પડી છે. મદદ માંગ્યા બાદ ભારતે ચીનના 10 જહાજને મહારાષ્ટ્રના રત્નાગિરી બંદર પર આશરો આપ્યો છે.
file
ભારતીય તટરક્ષકે જણાવ્યું હતું કે, અરબ સાગરમાં લો ગ્રેવિટેશન જોન બની ગયું છે. જેને કારણે 13 જૂન સુધીમાં વાયું તુફાન ગુજરાતમાં પણ પહોંચી જશે.આગામી 24 કલાકમાં તેની અસર જોવા મળી જશે.ગુજરાતના વેરાવળ પહોંચતા તેની ગતિ 110થી વધીને 135 કિલોમીટર થઈ શકે છે. જેને ધ્યાને રાખી તટીય વિસ્તારના લોકોને સૂચના પણ આપી દેવાઈ છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.