અમદાવાદમાં રમાનારી ફુટબૉલ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો તાજિકિસ્તાન સામે થશે
નવી દિલ્હી : અમદાવાદમાં 7થી 18 જૂલાઈ સુધી રમાનારી ઇન્ટરકોન્ટિનેન્ટલ ફુટબૉલ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો તાજિકિસ્તાન સામે થશે. ત્યારબાદ ભારતનો મુકાબલો 13 જુલાઈના રોજ ઉત્તર કોરિયા અને 16 જૂલાઈના રોજ સીરિયા સામે ટક્કરાશે. અખિલ ભારતીય ફુટબૉલ મહાસંધે ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 4 ટીમની ફાઈનલ મેચ 18 જુલાઈએ રમાશે.
india-face-tajikistan-in-first-match-of-football-intercontinental-football-tournament
આ ટૂર્નામેન્ટમાં ભારત, ઉત્તર કોરિયા, તાજિકિસ્તન અને સીરિયાની ટીમો ભાગ લેશે. રાઉંડ રોબિન લીગ ટૉપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ફીફા રેન્કીંગ અનુસાર આ ટૂર્નામેન્ટમાં સીરિયા 83 સર્વોચ્ચ ટીમ તરીકે ભાગ લેશે. ભારત 101, તાજિકિસ્તાન 120, ઉત્તર કોરિયાનું 121મું સ્થાન છે. ભારતીય ટીમ ગત્ત વર્ષ કેન્યાની વિરુદ્ધ ખિતાબ જીત્યો હતો. ભારત સિવાય ન્યૂઝીલેન્ડ અને ચીને તાઈપેમાં ભાગ લીધો હતો.
- 7 જૂલાઈ ભારત V/S તાજિકિસ્તાન
- 8 જૂલાઈ સીરિયા V/S ઉત્તર કોરિયા
- 10 જૂલાઈ તાજિકિસ્તાન V/S સીરિયા
- 13 જૂલાઈ ભારત V/S ઉત્તર કોરિયા
- 15 જૂલાઈ ઉત્તર કોરિયા V/S તાજિકિસ્તાન
- 16 જૂલાઈ ભારત V/S સીરિયા
- 18 જૂલાઈ એ ફાઈનલ મેચ યોજાશે