ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભરતીમાં બર્થ સર્ટી સાથે ચેડા મામલે મહિલા હાઇકોર્ટમાં પહોંચી - reached

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ જ્જની ભરતી મામલે મહિલા વકીલ દ્વારા શુક્રવારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં અરજદારની જન્મ તારીખ 28 ફેબ્રુઆરી હોવાથી તેમની ઉંમર કટ ઓફ ડેટથી એક દિવસ મોટી થઈ જતી હોવાથી પીટીશન દાખલ કરી હતી. આ અંગે હાઇકોર્ટે ભરતીના રજીસ્ટ્રારને નોટિસ પાઠવી 21 ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો માંગ્યો છે.

spot photo

By

Published : Feb 16, 2019, 1:12 PM IST

મહિલા વકીલે હાઈકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ અરજી કરી હતી કે, તેની જન્મ તારીખ 28 ફેબ્રુઆરી છે. જ્યારે તે ભરતી માટેની જાહેરાત મુજબ ઓનલાઇન અરજી કરવાની તારીખ 1લી ફેબ્રુઆરી થી 1લી માર્ચ રાખવામાં આવી છે. આ તારીખ દરમિયાન અરજદારની ઉમર 35થી વધુની ન હોવી જોઈએ. પરંતુ અરજદારની જન્મ તારીખ 28 ફેબ્રુઆરી હોવાથી તેમની ઉમર એક દિવસ મોટી થઈ જાય છે. તેથી આ કટ ઓફ ડેટ ગેરવ્યાજબી અને અતાર્કિક હોવાથી તેને ગેરકાયદે જાહેર કરી અરજદારને રાહત આપવામાં આવે.

હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે હાઈકોર્ટના રિકૃટમેન્ટ વિભાગના રજિસ્ટ્રારને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details