- દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ ખેડૂતો યોજશે ટ્રેક્ટર રેલી
- દિલ્હી પોલીસ કમિશનરે રેલીને ધ્યાનમાં રાખી જાહેર કર્યો પરિપત્ર
- રેલીને ધ્યાનમાં રાખી પોલીસ જવાનો તહેનાત કરવામાં આવશે
નવી દિલ્હીઃ દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે મંગળવારે પ્રજાસત્તાક દિવસ સમારોહ બાદ યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ અંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમામ અધિકારી અને કર્મચારીઓની સાથે સાથે સીએપીએફ અને પ્રજાસત્તાક દિવસ પરેડ સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત કોઈ પણ અન્ય બળને અવગત કરાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસકર્મીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવવી જોઈએ અને તેમને તેમના સંબંધિત ઝોનલ-સેક્ટર અધિકારીઓ હેઠળના ડ્યૂટી પોઈન્ટ પર તૈયાર રહેવું જોઈએ. પરિપત્રમાં વધુમાં જણાવ્યા મુજબ, અધિકારીઓ પ્રજાસત્તાક દિવસ સમારોહની સુરક્ષા વ્યવસ્થા પછી જ આરામ કરવો જોઈએ. મંગળવારે ખેડૂતો ટ્રેક્ટર પરેડથી સંબંધિત કાયદા-વ્યવસ્થા માટે સંક્ષિપ્ત સૂચના પર ચાલવા માટે તમામ રીતે તૈયાર રહેવું પડશે.
ખેડૂતોને ટ્રેક્ટર પરેડ દરમિયાન શાંતિ જાળવી રાખવા પોલીસની અપીલ
પોલીસે કહ્યું છે કે, ટ્રેક્ટર પરેડ દિલ્હીના ત્રણ સીમા બિંદુ જેવા કે, સિંઘુ, ટિકરી અને ગાઝીપૂરથી આયોજિત કરવામાં આવશે અને આ અંગે પર્યાપ્ત સુરક્ષા પણ ગોઠવવામાં આવશે. ખેડૂત નેતાઓએ પ્રજાસત્તાક દિવસ ટ્રેક્ટર પરેડમાં સામેલ થતા લોકોને 24 કલાક માટે રાશન ઉપલબ્ધ કરાવવાની સાથે જ પરેડ દરમિયાન શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. કિસાન મજદૂર સંઘર્ષ કમિટિ પંજાબના નેતા સુખવિંદરસિંહ સભરાએ કહ્યું કે, શરતોની સાથે રેલી યોજવાની વાતને અમે નકારી કાઢીએ છીએ. પોલીસ સાથે બેઠક યોજી તેમાં રેલીનો રૂટ નક્કી કરવામાં આવશે.
3 હજાર વોલિન્ટિયર્સની ફોર્સ બનાવી છે, જેથી કોઈ ગડબડ ન થાયઃ ખેડૂત નેતા