દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કેટલાક સમયથી નિયમો નેવે મુકી કુલપતિ સહિત નાયબ ઈજનેરો અને અન્ય મિલીભગતોની રાહે ખરીદી હોય કે ભરતી હોય કે કેમ્પસમાં બિલ્ડીંગનું બાંધકામ હોય ગેરરીતિઓ થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે કેટલાક યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોએ ગાંધીનગર સુધી આ તમામ ભષ્ટાચારની તપાસ કરવા માટે અપીલો પણ કરેલી છે. માહિતી માંગનારાઓ સામે કેટલાક મુદ્દે જવાબ આપી ન શક્યા તે માટે દાંતીવાડા યુનિવર્સિટીના સત્તાધીશો બહાના બતાવી છટકવા માટે જવાબો પણ આપી રહ્યા છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી વિવાદમાં, ભ્રષ્ટાચારની ગંદકી ફેલાયેલી હોવાની ફરિયાદ - Gujarati News
દાંતીવાડાઃ ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સીટીમાં સૌથી મોટી ગણાતી દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સીટીનાં કુલપતિ અને અન્ય છ લોકો સામે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ બાબતે લોકાયુક્તમાં ફરિયાદ કરવામાં આવી છે. યુનિવર્સીટીનાં કુલપતિ દ્વારા ગેરરીતિ અને નિયમો નેવે મુકીને વહિવટ કરતા હોવાના આક્ષેપો આગાઉ પણ થઈ ચૂક્યા છે.
તાજેતરમાં ઈન્દોરના બોન્ટન ટેકનોમેક પ્રાઇવેટ લીમિટેડ ફર્નીચરની કંપનીએ દાંતીવાડા યુનિવર્સિટીમાં ટેન્ડર પ્રક્રિયામાં તેમના સાથે છેતરપિંડી થયેલ હોવાનું સમગ્ર પ્રકરણ બહાર આવતા આ કંપની દ્વારા માહિતી અધિકારી લોકાયુક્તમાં ગેરરીતિ મામલે રજુઆત ગાંધીનગર ફરિયાદ કરી છે. આ યુનિવર્સિટીના સત્તાધીશોએ ઈરાદાપુર્વક અધુરી માહિતી આપી હોવાના આક્ષેપો સાથે પાલનપુરના એક વકીલ દ્વારા કુલપતિ, સંશોધન, નિયામક, હિસાબી નિયામક, કુલસચિવ, આચાર્ય અને ડીન, સી.પી. કૃષિ મહાવિદ્યાલય તેમજ નાયબ ઈજનેર કાર્યપાલક ઈજનેર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આ તમામ સામે ગેરરીતિ મામલે ફરિયાદ નોંધાવી છે.
એક માસ આગાઉ પણ ભ્રષ્ટાચારનાં મામલે કુલપતિ સામે આક્ષેપો થઈ રહ્યાં હતા. ત્યારે કુલપતિએ આ બાબતને ખોટી જણાવી અને બદનામ કરતા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે યુનિવર્સીટીમાં સંશોધન અને અન્ય ગ્રાન્ટ સીધી તેઓ વાપરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. વળી પાછું તેમનું આ અંગે એવું કહેવું છે કે, જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોત તો આજે અહીં ન હોત.