ICJએ જણાવ્યું હતું કે, કુલભૂષણ જાધવની ધરપકડની જાણકારી ભારતીય દૂતાવાસને પણ આપી નથી. સાથે જ પાકે. ભારતની અનેક વખત અપીલ કરવા છતાં પણ કાઉન્સેલક એક્સેસ આપ્યું નથી. જ્યારે ભારત હંમેશા જાધવે કાઉન્સિલર એક્સેસ આપવાની માગ કરતું રહ્યું છે. જેને પાકિસ્તાન દરવખતે રદ કરતું આવ્યું છે.
કુલભૂષણ જાધવ કેસ: આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનને ફટકાર, વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું
નવી દિલ્હી: કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના અધ્યક્ષે કહ્યું હતું કે, આ કેસમાં પાકિસ્તાને વિયેના સંધિના અનુચ્છેદ 36 અંતર્ગત પોતાની ફરજનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને વિયેના સંધિના નિયમોને નજરઅંદાજ કર્યા છે. સાથે જ તેમણે જરુરી કાર્યવાહી પણ નથી કરી.
ICJના અધ્યક્ષ જજ અબ્દુલાકાવી યૂસુફે યુએન જનરલ અસેંમ્બલીમાં કહ્યું હતું કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસમાં વિયેના સંધિ અનુચ્છેદ 36 અંતર્ગત પોતાની ફરજને પુરી કરી નથી. તેમણે 17 જૂલાઈએ જાહેર કરેલા આદેશને ટાંકતા ઉલ્લેખ કર્યો હતો કે, આ કેસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસમાં પાકિસ્તાને જરુરી પગલા નથી ભર્યા. પાકિસ્તાન દ્વારા તે અધિકાર નથી આપવામાં આવ્યા જે જાધવને મળવા જોઈએ.
તેમણે આગળ જણાવ્યું હતું કે, વિયેના સંધિમાં ક્યાંય પણ એ વાતનો ઉલ્લેખ નથી, કે જેમાં કહ્યું હોય કે, જાસૂસ કરવાના આરોપમાં પકડાયેલાને કાઉન્સિલર એક્સેસ આપી ન શકાય. તેમણે પાકિસ્તાનને ફટકાર લગાવતા જણાવ્યું કે, જાધવની ફાંસની સજા પર રોક લગાવવામાં આવે અને તેને કાઉન્સિલર એક્સેસ આપવામાં આવે.