દેશના નામ માટે સુષમાનો આ છેલ્લો સંદેશ છે. તેમણે લખ્યું કે, ખુબ જ સાહસ ભર્યો અને ઐતિહાસિક નિર્ણય છે.
સુષ્મા સ્વરાજના છેલ્લા શબ્દો, 'આ જ દિવસની પ્રતિક્ષા હતી' - એક ભારત
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું 6 ઓગસ્ટના આશરે રાત્રીના 11 કલાકની અવસાન થયું છે. મૃત્યુનાં થોડા જ કલાકો પહેલા સુષમા સ્વરાજે ટ્વીટ કરીને ધારા 370(1) હટાવવા પર પોતાની ખુશી જાહેર કરી હતી.
sushma swaraj
સુષમાએ લખ્યું કે, 'શ્રેષ્ઠ ભારત-એક ભારતને અભિનંદન. રાજ્યસભાના તે બધા સાંસદોને ખુબ-ખુબ અભિનંદન જેમણે મંગળવારે ધારા 370ને સમાપ્ત કરવા વાળા સંકલ્પને પાસ કરવા કરીને ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના એક ભારતના સપનાને સાકાર કર્યું છે.'
ગૃહ પ્રધાન અમિત શાહને ઉત્કૃષ્ટ ભાષણ માટે ખૂબ-ખૂબ અભિનંદન. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, વડાપ્રધાનજી- તમારૂ હાર્દિક અભિનંદન. હું મારા જીવનમાં આ જ દિવસની પ્રતિક્ષા કરી રહી હતી.
Last Updated : Aug 7, 2019, 5:53 AM IST