મળતી માહીતી મુજબ જોઈએ તો, પોતાની સમસ્યાઓને લઈ સ્થાનિક લોકો જ્યારે સાસંદ પ્રજ્ઞા ઠાકુર પાસે પહોંચ્યા ત્યારે સાંસદે કહ્યું હતું કે, હું કાંઈ શૌચાલય સાફ કરાવા માટે સાંસદ નથી બની. તેમણે વધુમાં કહ્યું કે મને જે કામ માટે સાંસદ બનાવામાં આવી છે, તે હું ઈમાનદારીથી કરીશ.
હું કાંઈ શૌચાલય સાફ કરવા માટે સાંસદ નથી બની : પ્રજ્ઞા ઠાકુર - MP
ન્યૂઝ ડેસ્ક : હંમેશા પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા સાધ્વી પ્રજ્ઞાએ વધુ એક વાર પાર્ટીને લાંછન લાગે તેવું નિવેદન કર્યું છે. મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પાસે પોતાની સમસ્યાઓને લઈ પહોંચેલા સ્થાનિક લોકોને પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે, હું અહીં શૌચાલય સાફ કરાવવા માટે સાંસદ નથી બની.
ફાઇલ ફોટો
અહીં ઉલ્લેખનીય છે કે, જ્યાં અક બાજુ વડાપ્રધાન મોદી સ્વચ્છતાને લઈ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યાં તેમના સાંસદ સ્વચ્છતાને લઈ આવા નિવેદનનો આપી રહ્યા છે.
Last Updated : Jul 21, 2019, 9:54 PM IST