ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશેષ લેખ: વર્ષ 2019માં કેવી રહી ભારતની વિદેશ નીતિ... - Pakistan-inspired terrorism

વર્ષ 2019 ભારતીય વિદેશ નીતિ માટે વોટરશેડ સમાન રહ્યું છે. મે 2019માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોદી સરકાર પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફરી. તેમણે નવા ભારતીય વિદેશ પ્રધાન તરીકે એક 'ટેક્નોક્રેટ'ને શામેલ કર્યા. જેના લીધે ભારતની શક્તિમાં પરિવર્તન માટે વિદેશી નીતિના સક્રિય ઉપયોગને પ્રોત્સાહન મળ્યું.

S Jayshankar
ભારતની વિદેશ નીતિ

By

Published : Dec 29, 2019, 10:54 AM IST

Updated : Dec 29, 2019, 11:10 AM IST

આ ઉદ્દેશ્ય માટે સૌથી મોટો પડકાર ઓગસ્ટ 2019ના મધ્યમાં સામે આવ્યો, જ્યારે ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ભારત-પાકિસ્તાનના પ્રશ્નને પુનર્જીવિત કર્યો હતો. આ વિષય પર છેલ્લી ચર્ચા 1971માં થઈ હતી. આ મુદ્દે ચીન અને પાકિસ્તાને સાથે મળીને ભારત સાથે તણાવની સ્થિતિનું નિર્માણ કર્યું હતું. કાશ્મીર પર યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, અહીં ચીનની નવી બહુપક્ષીય કૂટનીતિ કામ આવી હતી. ચીનના રાષ્ટ્રપતિ બીજી અનૌપચારિક સમિટમાં ભાગ લેવા ચેન્નઈ પહોંચ્યા હતા. જેનાથી એશિયાના બન્ને પાડોશી દેશો વચ્ચે રચનાત્મક જોડાણનું નવું સર્જન થયું હતું.

પુલવામામાં ભારતીય અર્ધલશ્કરી દળો પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ફેબ્રુઆરી-2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ વણસી ગયા હતા. ત્યાર બાદ ભારતે PoKના બાલાકોટ સ્થિત આતંકવાદી છાવણી પર હુમલો કર્યો હતો. બાદમાં પાકિસ્તાને ઓગસ્ટ-2019માં એકપક્ષી રીતે ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડવાનો નિર્ણય લીધો હતો. સપ્ટેમ્બર-2019 બાદ વિશ્વના મોટા મંચ પર પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું હતું. જોકે નવેમ્બર મહિનામાં બન્ને દેશો વચ્ચે કરતારપુર કોરિડોર પર સકારાત્મક પહેલ કરવામાં આવી હતી.

આ વર્ષ ભારતના પાડોશમાં રાજકીય પરિવર્તનનું સાક્ષી રહ્યું. ભારતે તેના પડોશીઓ સાથે વ્યૂહાત્મક જોડાણની જગ્યા કરી અથવા તે માટેની માગ કરી તેનો જવાબ આપ્યો. મે મહિનામાં નવી સરકારની રચના સમયે બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને મ્યાંમારના નેતાઓની હાજરીની સાથે-સાથે 2019માં સાર્કથી અલગ બિમ્સટેક (બંગાળની ખાડીની આસપાસ કેન્દ્રિત) તરફ ભારતની વિદેશ નીતિનું રીડાયરેક્શન જોવા મળ્યું હતું. જૂન માસમાં નવા ચૂંટાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ માલદીવને વિદેશ પ્રવાસ તરીકે પસંદ કર્યો હતો. અને નવેમ્બરના અંતમાં પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ ભારત આવવાની નિર્ણયથી ભારતની નીતિમાં પરિવર્તન આવ્યું.

વર્ષના અંત ભાગમાં ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ઘરેલુ અશાંતિ વધવાના કારણે ચિંતાઓ વધી છે. જેને લઈને બાંગ્લાદેશ અને મ્યાંમાર સાથેના સંબંધો પ્રભાવિત થવાની શક્યતા છે. સાથે જ ભારતની એક્ટ ઈસ્ટ નીતિ ઉપર પણ પ્રભાવ પડી શકે છે. નવેમ્બર મહિનાના મધ્ય ભાગમાં ગુવાહાટીમાં યોજાનારી ભારત-જાપાન સમિટ રદ કરવા અને નવેમ્બરમાં જ ભારતનો એ નિર્ણય જેમાં તેણે RCEP પર હસ્તાક્ષર નહીં કરવાનો નિર્ણય કર્યો તે ચર્ચાનો વિષય રહ્યો. આ અંતર્ગત ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે આસિયાનને જોડનારી RCEPની વેપાર વ્યવસ્થા જોડાયેલી છે. આ બધા એવા મુદ્દા છે જ્યાં ભારત દ્વિપક્ષીય અને પ્રાદેશિક રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. ભારત પોતાની વિદેશ નીતિના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે અહીં આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનો ઉપયોગ પણ કરી શકે છે.

ઈન્ડો-પેસિફિક વ્યૂહાત્મક માળખાના દૃષ્ટિકોણથી જણાશે કે, ભારતે 2019માં ત્રણ વિશેષ પહેલ કરી હતી. જેમાં ભારતે ક્યાંય પણ ક્ષેત્રીય સંપ્રભુતા સાથે કોઈ જ સમાધાન કર્યું નથી. સૌ પ્રથમ ભારતે મે મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવમાં મોરિશિયસને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો, જેમાં યુનાઈટેડ કિંગડમને છ મહિનાની અંદર ચાગોસ આઈલેન્ડમાંથી (ડિએગો ગાર્સિયાનો અમેરિકન સૈન્ય મથક) તેના વસાહતી વહીવટને પાછો ખેંચવાની જરૂર હતી.

ઈન્ડો-પેસિફિકમાં સ્વાભાવિક રીતે જ આપણા પશ્ચિમના સમુદ્રના પાડોશીઓ, અરબી સમુદ્રના ટાપુ પ્રદેશ અને આફ્રિકામાં આપણા ભાગીદારો શામેલ છે. એક સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક મહાસાગરના ભાગના રૂપમાં આ પહેલ દ્વારા પશ્ચિમી ઈન્ડો-પેસિફિકમાં વધુ દ્રશ્યમાન ભારતીય વ્યૂહાત્મક ઉપસ્થિતિનો પરિચય કરાવ્યો હતો.

ત્રીજી મહત્વની પહેલ છે, વ્લાદિવોસ્તોકના રશિયન પેસિફિક બંદરને ચેન્નઈ સાથે જોડતો દરિયાઈ માર્ગ. સપ્ટેમ્બરમાં તેની જાહેરાતથી સ્પષ્ટરુપે રશિયાને ખુલ્લા, સ્વતંત્ર અને ઈન્ડો-પેસિફિકમાં ક્ષેત્રમાં હિસ્સેદાર બનાવ્યો હતો.

વર્ષ 2019 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રશિયા અને ફ્રાન્સ સાથેના ભારતના સંબંધો પર 'મુદ્દા આધારિત વ્યવસ્થા'નું પ્રભુત્વ હતું. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે ઉર્જા અને ડિફેન્સ સહકાર ક્ષેત્રોમાં સતત પ્રગતિ થઈ હતી. જે દ્વિપક્ષીય વેપાર મુદ્દાઓ પર મતભેદો હોવા છતાં ડિસેમ્બરમાં ટૂ પ્લસ ટૂ ડિફેન્સ અને વિદેશી બાબતોના પ્રધાનોનું ધ્યાન કેન્દ્રિત હતું.

રશિયા સાથે ભારતમાં ડિફેન્સ પાર્ટ્સના નિર્માણ માટે સંયુક્ત ઉત્પાદન કાર્યક્રમોમાં રશિયાની ભાગીદારીમાં વધારો થયો. ઉપરાંત રશિયામાં પૂર્વના દૂરના વિસ્તારોમાં ભારતીય કામદારોના અસ્થાયી આંદોલન સહિત વેપાર વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક અબજ ડોલરની લાઈન ઓફ ક્રેડિટની જાહેરાતે વ્યૂહાત્મક ભાગીદારીમાં નોંધપાત્ર વધારો કર્યો. ફ્રાંસ સાથે સંરક્ષણ અધિગ્રહણ અને હિંદ મહાસાગરમાં સુરક્ષા અંગેના કરાર, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી વાશ્વિક જળવાયુ અંગેની કાર્યવાહી ઉલ્લેખનીય રહી.

એક પ્રમુખ શક્તિમાં પરિવર્તનને જાળવી રાખવા માટે સતત આંતરરાષ્ટ્રીય સહયોગ પર આધાર રાખીને વિશેષ રુપે આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતે તેની રુચિ વધારી છે. જેણે UNSC અને IMF જેવા વૈશ્વિક શાસન માળખા દ્વારા નિર્ણય લેવામાં ભારતની સમાન ભાગીદારીને તે આવકારે છે. ભારતનો ઉદ્દેશ સ્પષ્ટ છે મલ્ટીપોલર વિશ્વમાં મલ્ટીપોલાર એશિયા અને ભારતીય વિદેશ નીતિ આ મુદ્દે જ આગળ વધી રહી છે.

Last Updated : Dec 29, 2019, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details