ન્યૂઝડેસ્ક : મહામારી કોવિડ-19 અને તેનો ચેપ અટવાવવા માટે લાદવામાં આવેલા લોકડાઉન સમયે તેની અસર અને જાહેર સ્વાસ્થ્યની ભાવિ કટોકટી સાથે કામ પાર પાડવા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વદુ મજબૂત બનાવવાં જરૂરી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું સંકલન સર્વોચ્ચ પ્રાથમિકતામાં હોવું જોઈએ અને નાગરિકોની અવરજવર સંબંધિત વિશાળ ડેટાનું વિશ્લેષણ ક્વોરેન્ટાઈન ઉપર વધુ સારી રીતે દેખરેખ રાખવામાં મદદગાર થઈ શકે છે. ઉપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ સમૂહો ઓળખવામાં અને વાયરસગ્રસ્ત પરિમાણો અને દિશા સંબંધિત સંખ્યા જાણવામાં તેમજ વધુ રક્ષણાત્મક પગલાં લેવામાં મદદગાર બની શકે છે.
વિશ્વભરનાં શહેરોએ આ કુદરતી આપત્તિ દરમ્યાન જુસ્સો જાળવી રાખવા અને મજબૂતીપૂર્વક ટકી રહેવા માટે નવતર પ્રયોગો કર્યાં છે, જે આ મહામારી સમયે ઉપયોગમાં લાવી શકાય.
માનવ ઈતિહાસમાં કોઈ પણ બીમારી આટલી ઝડપથી આટલાં બધાં સ્થળોએ પ્રસરી નથી અને આટલા બધા લોકોને ભરડામાં લીધા નથી. આ બીમારીના તબીબી ઉકેલો હજુ શોધાઈ રહ્યા છે, ત્યારે બીમારી હજુ વસતીના 1-10 ટકા સુધી મર્યાદિત છે.
કેરળમાં કોવિડ-19ના શંકાસ્પદ કેસોના કોન્ટેક્ટ ટ્રેસિંગ ઓપરેશન્સ એટલે કે (ચેપગ્રસ્ત વ્યક્તિના સંસર્ગમાં આવનારા લોકોને શોધવાનું અભિયાન) વધારવા માટે કોલ સેન્ટર્સ ખોલવામાં આવ્યાં છે અને ટ્રાવેલ હિસ્ટરીના વિસ્તૃત ફ્લોચાર્ટ તૈયાર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એપ્લિકેશન કામે લગાડીને મંત્રાલય પાસે નોંધાયેલી સમાન વિગતો ધરાવતા શંકાસ્પદોને સરખાવી શકાય છે.
સરકાર અને રાજ્ય પોલિસના ડેટાબેસમાં ઉપલબ્ધ વિવિધ ડેટા પોઈન્ટ્સ, જેમાં ચહેરાની વિગતો, મોબાઈલ ફોન ટ્રેસ અને સ્થાન સામેલ છે, તેનો ઉપયોગ કરીને વિશાળ ડેટાના વિશ્લેષણ દ્વારા વિગતોને અલગ પાડવામાં કરી શકાય છે.
કોવિડ-19 ફાટી નીકળ્યો તે પછી તરત જ ચીનમાં તાઈવાને નેસનલ હેલ્થ કમાન્ડ સેન્ટર સ્થાપ્યું હતું. સરકારે પ્રવાસીઓની અવરજવર ઉપર પ્રતિબંધ લાદ્યો હતો અને ચેપગ્રસ્તોને બિગ ડેટાની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ફેલાતા ખોટા સમાચારો ઉપર અંકુશ મૂક્યો હતો. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા પોલિસીઓ, સ્થળાંતર, કસ્ટમ્સ, હોસ્પિટલની મુલાકાતો, ફ્લાઈટ ટિકિટ્સના ક્યુઆર કોડ્સ જેવી માહિતી ભેગી કરીને ડેટાબેઝ તૈયાર કરાયો હતો.
લોકોને એઆઈ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને સમયાંતરે સાવધાન કરાયા હતા. આને કારણે સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે દર્દીઓના પ્રવાસનો ઈતિહાસ શોધવાનું સરળ બન્યું હતું. બિગ ડેટાની મદદથી અધિકારીઓ સરહદ ઉપર તૈનાત જવાનોને લોકોના સ્વાસ્થ્ય વિશેની વિગતો મોકલી શક્યા હતા.
સ્વાસ્થ્ય વિશેની આ વિગતોએ મંજૂરીપત્રનું કામ કર્યું. જે વિસ્તારોમાં નોવેલ કોરોનાવાયરસનો ચેપ મોટાપાયે હતો, ત્યાંના દર્દીઓને મોબાઈલ ફોન ટ્રેકિંગ દ્વારા શોધી કાઢવામાં આવ્યા અને ક્વોરેન્ટાઈન કરાયા.
કોરોનાવાયરસ ફાટી નીકળવાની માહિતી સૌપ્રથમ કેનેડાની કંપની બ્લ્યુડોટે આપી હતી. દરરોજે આ કંપનીના એઆઈ બોટ સિફ્ટ્સે સેંકડો લેખો, સમાચારો અને બ્લોગ પોસ્ટ્સ 65 ભાષાઓમાં પબ્લિશ કર્યા હતા. તેણે 31મી ડિસેમ્બર, 2019ના રોજ ચેતવણી આપી હતી કે સાર્સ જેવી જીવલેણ બીમારી ચીનના વુહાનમાં ફાટી નીકળવાની તૈયારીમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોવિડ-19ને જાહેર સ્વાસ્થ્યની કટોકટી તરીકે જાહેર કરી, તેના નવ દિવસ અગાઉ આ ચેતવણી અપાઈ હતી.
બ્લ્યુડોટ સિસ્ટમે મેન્ડેરિનમાં પ્રકાશિત થયેલા એક લેખ વિશે અધિકારીઓને સાવધાન કર્યા હતા, જે લેખ વુહાનના બજારની મુલાકાત બાદ ગંભીર ન્યુમોનિયામાં સપડાયેલા 27 લોકોએ વાંચ્યો હતો. બ્લ્યુડોટના ડોક્ટરો, પશુચિકિત્સકો, ચેપી રોગોના નિષ્ણાતો, ડેટા સાયન્ટિસ્ટો અને સોફ્ટવેર ડેવલપરો સહિત 40 કર્મચારીઓ છે. તેઓ નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગ એન્ડ મશીન લર્નિંગ મારફતે 65 ભાષાઓમાં પ્રકાશિત લેખોનું વિશ્લેષણ કરે છે. બીમારી ફાટી નીકળવાના કોઈ સંકેતો તેમને મળે તો તેઓ ચેતવણી આપે છે. વર્ષ 2016માં બ્રાઝિલથી ઝિકા નામના વાયરસના પ્રસરણ વિશે બ્લ્યુડોટે જ અમેરિકાને ચેતવ્યું હતું. ચીનમાં 80 ટકા વ્યવહારો કેશલેસ થાય છે. તેઓ રકમની ચૂકવણી માટે અલીપે અને વીચેપ જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. ચીનના અધિકારીઓએ આ ડેટાનો સતત ઉપયોગ કરીને નાગરિકોની અવરજવર અને વ્યવહારો ઉપર દેખરેખ રાખી અને તાત્કાલિક પગલાં લીધાં.
સ્વાસ્થ્ય ક્ષેત્રે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ન્યુમોનિયાનાં લક્ષણોની ભાળ મેળવવા અને તેની માત્રા, આકાર અને તીવ્રતા માપવા થઈ રહ્યો છે. આનાથી ડોક્ટરોને યોગ્ય નિર્ણયો લેવામાં અને દર્દીઓના સ્વાસ્થ્યના ઝડપી મૂલ્યાંકનમાં મદદ મળે છે.
જોકે, ક્લોરેન્ટાઈનમાં અનેક લોકો ડિજિટલ સાધનો વાપરતાં હોવાથી તેમજ લોકડાઉનના તબક્કામાં અનેક લોકો ઘરેથી કામ કરી રહ્યા હોવાથી ક્લાઉડ-પ્રોવાઈડર્સની ક્ષમતા બાબતે પ્રશ્નાર્થ રહે છે.
કેટલાક સંશોધકો અને ખાનગી સંસ્થાઓએ પોતાની રાજ્ય સરકારો સાતે મળીને હેલ્થમેપ જેવું ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યું છે, જેથી સ્તાન, સમય અને પ્રસરણના પ્રકાર મુજબ બીમારીનું ચિત્ર મેળવી શકાય.