કેન્દ્રીય ગૃહવિભાગે વિદેશયાત્રા સાથે જોડાયેલી હકીકતોને છુપાવનારા ટીઆરએસ સાંસદ રમેશ ચૈન્નામનેનીની નાગરિકતા રદ્દ કરી છે. ભારતીય નાગરિકતા માટેના આવેદનથી પહેલાની 12 મહિનાની માહિતી સાથે છેડછાડ કરી છે.
ગૃહવિભાગને ગેરમાર્ગે દોરવા બદલ તેલંગાણાના ધારાસભ્યની નાગરિકતા રદ્દ - નાગરિકતા રદ્દ કરવાના કારણો
નવી દિલ્હીઃ તેલંગાણાના TRS ધારાસભ્ય રમેશ ચેન્નામનેનીની વિદેશ યાત્રાઓ સાથે સંકળાયેલી હકીકતો છુપાવવા બગલ ગૃહવિભાગે તેમની નાગરિકતા રદ્દ કરી છે. ચેન્નામનેની તેલંગાણઆમાં વેમુલાવાડા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય છે. ગૃહવિભાગે કરેલા આદેશમાં કહ્યું કે, તેમણે ખોટુ નિવેદન નોંધાવી હકીકતો છુપાવી નિર્ણય લેવામાં ભારત સરકારને ગેરમાર્ગે દોરી છે.
13 પાનાના અહેવાલમાં ગૃહવિભાગે કહ્યું કે, અનેક રીતે તપાસ કરી, હાલના ધારાસભ્ય સામે કોઈ ગુનો નોંધાયો નથી. તેઓ આતંકવાદ, જાસૂસી, ગંભીર ગુના જેવી બાબતોમાં સંડવાયેલા છે કે નહીં. તેમણે ખોટુ નિવેદન આપી ભારત સરકારને ગેરમાર્ગે દોરી છે. તેમણે તથ્ય દર્શાવ્યા હોત કે તેઓએ નાગરિકતાની અરજી કરતા આગળના વર્ષે ભારતમાં રહ્યા નહોતા તો તેમને નાગરિકતા આપવામા ન અપાતી.
બીજીતરફ ચેન્નામનેનીએ કહ્યું કે તેઓ રાહત માટે સુપ્રીમ કોર્ટ જશે. ચેન્નામનેની તેલંગાણામાં વેમુલાવાડા વિધાનસભા વિસ્તારથી જીત્યા છે. ગૃહવિભાગનું કહેવું છે કે, જો ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં ન આવે તો અન્ય લોકો પણ સરકારને ગેરમાર્ગે દોરી નાગરિકતા મેળવી લેતા.