ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં દાખલ થઇ 52 પેજની સૌથી લાંબી FIR, એક અઠવાડિયાનો લાગ્યો સમય - કાશીપુર પોલિસ

કાશીપુર: ઉધમસિંહ નગર જિલ્લાની કાશીપુર પોલીસ દ્વારા સૌથી લાંબી FIR દાખલ કરાઈ છે. ઉધમસિંહ નગરના કાશીપુર કોતવાલીમાં અટલ આયુષ્માન યોજના અંતર્ગત કૌભાંડ થયુ હતું. જેની ફરિયાદ થતાં અઠવાડિયા સુધી FIR લખવી પડી હતી. દેશમાં પહેલીવાર સૌથી લાંબી FIR થઈ છે. બે હોસ્પિટલો સામેની ફરિયાદમાં અઠવાડિયા FIR લખ્યા પછી પોલીસ પણ થાકી હતી. 52 પેજની ફરિયાદ નોંધાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

ઉત્તરાખંડમાં દાખલ થઇ સૌથી લાંબી FIR

By

Published : Sep 22, 2019, 2:54 PM IST

આ કૌભાંડ અંતર્ગત રામનગર રોડ સ્થિત MP મોમોરિયલ હોસ્પિટલના વિરૂદ્ધ FIR દાખલ કરાઈ છે. ઉત્તરાખંડ અટલ આયુષ્માન આરોગ્ય યોજનાના એક્સિક્યૂટિવ આસિસ્ટેંટ ધનેશ ચંદ્ર તરફથી કાશીપુરની બે હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરાઈ છે. પોલિસના વડા બરિન્દરજીત સિંહ એ જણાવ્યું કે,કોઇ પણ કેસમાં જે માહીતી જાણવા મળે છે તેના પર પોલીસ FIR દાખલ કરે છે.

સ્વાસ્થ્ય વિભાગની ટીમે અટલ આયુષ્યમાન યોજના અંતર્ગત બે સ્થાનિક હોસ્પિટલમાં ગેરરીતિ પકડી છે. અટલ આયુષ્યમાન યોજના માટે પ્રયોગમાં આવતા ભારત સરકારના સોફ્ટવેર દ્વારા ગેરરીતિ પકડવામાં આવી છે. તેના વિશે જાણકારી મળ્યા બાદ થયેલી તપાસમાં બંને હોસ્પિટલના સંચાલકો તરફથી નિયમ વિરુદ્ધ રોગીઓના નકલી બીલ બનાવી તેને ક્લેમ કર્યાનું ધ્યાનમાં આવ્યું છે. એમપી હોસ્પિટલમાં દર્દીઓ ડિસ્ચાર્જ થયા બાદ પણ તેને અનેક દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હોવાનું બતાવાયુ હતું. આ ઉપરાંત દર્દીઓની સારવાર આઈસીયૂમાં થતી હોવાનું પણ દર્શાવાયું હતું.

આસ્થા હોસ્પિટલના ડૉકટર રાજીવકુમાર ગુપ્તા અને પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર કેલાખેડાના ફાર્માસિસ્ટ અનુરાગ રાવતની વિરુદ્વમાં પીએચક્યુના આદેશથી ખોટા દસ્તાવેજ ઉભા કરી ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે. આરોપીઓ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 420, 467, 468, 491 હેઠળ ગુનો નોંધાયો છે. આ FIR 52પાનાંની છે જેને ટાઈપ કરવામાં પોલીસને આટલો સમય લાગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details