મુંબઈ: દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. આ મહામારીએ દેશમાં ભયનો માહોલ બનાવી દીધો છે. આ મહામારીના ભયના કારણે લોકો પીડિતોની મદદ કરવા માટે આગળ આવતા નથી. ભયના આ માહોલ દરમિયાન મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં કોરોના પીડિત હિન્દુ મહિલાનું મોત થયું છે. જેની અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર મુસ્લિમ પરિવારે કર્યા છે.
ભારતમાં કોરોના
ભારતમાં કોરોના મહામારી ઓછું થવાનું નામ નથી લઇ રહી. દેશમાં પ્રથમ વખત એક દિવસમાં 9,304 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણની કુલ સંખ્યા 2,16,919 થઇ છે. આ સાથે જ કોરોનાને કારણે દેશમાં 6,075 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસ 74 હજાર પાર
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભવિત રાજ્ય મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ 74,860 થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાને કારણે 2,587 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 32,329 લોકો સ્વસ્થ થઇ ગયા છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.