વારાણસીમાંથી વડાપ્રધાન મોદીની સામે આ વખતે કોંગ્રેસે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે, તો આ સીટ પર જવાન તેજબહાદૂરે પણ નામાંકન ભર્યું હતું પણ તેમનું નામાંકન રદ થઈ ગયું છે. તો સપાએ અગાઉ અહીં શાલીની યાદવને મેદાનમાં ઉતાર્યા હતાં.
વારાણસી લોકસભા જે વિધાનસભાનો સમાવેશ થાય છે તેમાં જોઈએ તો રોહનિયા, વારણસીઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કૈંટ અને સેવાપુરી વિધાનસભા બેઠક આવે છે. આમાં ચાર વિધાનસભા સીટો પર ભાજપા અને એક વિધાનસભા સીટ પર અનુપ્રિયા પટેલ અપના દળનો પ્રભાવ છે.
અગાઉ આ બેઠક પર કોંગ્રેસના મહાસચિવ પ્રિંયકાં ગાંધી વાડ્રા પણ ચૂંટણી લડશે તેવી અફવાઓ ફેલાતી રહી હતીં પણ આખરે પ્રિયંકાએ આ સીટ પર ન લડવાનું કારણ બતાવી કોંગ્રેસે અહીં અજય રાયને જ મેદાનમાં ઉતારી દીધા હતાં.
ગત ચૂંટણી 2014માં અહીં આ સીટ પર વડાપ્રધાન મોદીએ પોતાના હરીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 3,71,784 મતથી હરાવ્યા હતા. વડાપ્રધાનને કુલ 5,81,022 મત મળ્યા હતા.જ્યારે અરવિંદ કેજરીવાલને 2,09,238 મત મળ્યા હતા. કોંગ્રેસના અજય રાય 75,614ના મતથી ત્રીજા સ્થાને રહ્યા હતા.
સાતમાં તબક્કાનું મતદાન
વારણસી લોકસભા બેઠક પર અત્યાર સુધી 15 વખત ચૂંટણી થઈ હતી. આ બેઠક પર છ વખત કોંગ્રેસ અને 6 વખત ભાજપે વિજય મેળવ્યો છે. વારાણસી લોકસભા બેઠક પર જનતા દળ, CPM, જેવી પાર્ટીઓ પણ મેદાનમાં આવી ગઈ હતી. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 17,66,487 છે. જેમાં 9,85,395 પુરુષ અને 7,81,000 મહિલા મતદારો છે. વારાણસી સંસદીય મત વિસ્તારમાં લોકસભા ચૂંટણી 2019માં સાતમાં અને અંતિમ તબક્કામાં 19 મેના રોજ થશે.