ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજધાનીની આ સીટ પર જામશે ત્રિપાંખીયો જંગ - aap

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019ના સાત તબક્કામાંથી હવે બાકી રહેલા બે તબક્કામાં આગામી મતદાનમાં હવે દેશની રાજધાનીમાં પણ મતદાન થવાનું છે જેમાં દિલ્હીની 7 સીટ પર મતદાન થશે. આ તબક્કામાં સૌથી મહત્ત્વની સીટ જોઈએ તો ઉત્તર-પૂર્વીય સીટ છે જ્યાં ભાજમાંથી આ વખતે ફરી મનોજ તિવારી ઉમેદવાર તરીકે મેદાનમાં છે. તો આમ આદમી પાર્ટીએ પોતાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ પાંડેને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને ટિકીટ આપી છે.

etv bharat

By

Published : May 8, 2019, 7:31 PM IST

ઉત્તર-પૂર્વીય દિલ્હી લોકસભા બેઠકમાં 10 વિધાનસભાનો સમાવેશ થાય છે. જોઈએ તો આ વિસ્તારમાં બુરાડી, રોહતાશ નગર, બાબરપુર, તિમારપુર, સીલમપુર, ગોકલપુર, સીમાપુરી, ઘોંડા, મુસ્તફાબાદ અને કરવાલ નગર સામેલ છે. આમાથી સીમાપુરી અને ગોકલપુરનો વિસ્તાર અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.

ઉત્તર પૂર્વીય દિલ્હી લોકસભા મતવિસ્તાર કુલ મતદારોની સંખ્યા 1,677,058 છે, જેમાંથી 931142 પુરુષો અને 745916 સ્ત્રીઓ છે. આ વિસ્તાર મુખ્યત્વે ઉદ્યોગો, કૃષિ ઉત્પાદન પર આધારિત છે. અહીં આ સીટ પર ભાજપના મનોજ તિવારી વર્તમાન સાંસદ સભ્ય છે.

2014નું પરિણામ

મનોજ તિવારીને 596125 મત મળ્યા હતા.

આપના અંકિત કુમારને 452041 મત મળ્યા હતા

કોંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલને 214792 મત મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details