કનૌજ સીટ જોઈએ તો આજકાલ ઉત્તર પ્રદેશના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. આ વખતે કન્નૌજમાંથી 10 ઉમેદવારો મેદાનમાં છે. સમાજવાદી પાર્ટીએ ભૂતપૂર્વ CM અખિલેશ યાદવના પત્નિ ડિમ્પલ યાદવને ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓને પડકાર આપવા BJP એ સુબ્રત પાઠક પર દાવ અજમાવ્યો છે. મુખ્ય લડાઈ આ બંનેની વચ્ચે જ હશે.
આ વખતે ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પર 10 ઉમેદવારો મેદાનમાં છે. સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને ફરીથી ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, તો BJP એ સુબ્રત પાઠક પર દાવ ખેલ્યો છે. મુખ્ય ટક્કર આ બંને વચ્ચે છે. શિવસેના, ભારતીય વંચિત સમાજ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી, ઓલ ઈંડિયા ફોરવર્ડ બ્લોક, રાષ્ટ્રીય સમાજ પક્ષ સિવાય 3 સ્વતંત્ર પક્ષ પણ મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશના કનૌજ અત્તર નગરી સાથે જ દેશભરમાં રાજકીય રૂપે પણ ઓળખાય છે. કન્નૌજમાંથી સાંસદ બન્યા બાદ ત્રણ કદાવર નેતાઓએ મુખ્યમંત્રી પદ સુધીની સફર કરી હતી. હાલના તબક્કામાં કન્નૌઝ સંસદીય બેઠક સમાજવાદી પક્ષની સૌથી મજબૂત બેઠકોમાંની એક છે. આ બેઠક પર હાલમાં સપાના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનો કબ્જો છે. 2014 માં મોદી વેવ હોવા છતાં બીજેપી અહીં કમળ ખીલવી શકયું નહોતું.