આ તસ્વીરોને લઈ અમુક લોકોએ હેમા માલિની પર ટ્રોલ કરવાનુ શરૂ કર્યું હતું. લોકોનું કહેવું છે કે, તમારે આવું ક્યાં કરવાની જરૂર છે, જો તમે કામ કર્યું હશે તો લોકો તમને જરૂરથી મત આપશે, અને જો નથી કર્યું તો પછી આનો કોઈ મતલબ નથી.
દાતરડૂં લઈ ખેતરમાં પહોંચી ડ્રિમ ગર્લ, લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું - sharing photo
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. ટ્રોલ થવા પાછળ અમુક તસ્વીરો જવાબદાર છે. આ તસ્વીરોમાં તે દાતરડાં સાથે ઘઉંના ખેતરમાં જોવા મળી રહી છે.
હકીકતમાં જોઈએ તો રવિવારે હેમા માલિનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેઓ 250થી પણ વધું વખત આ વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે.તેથી તેઓ બહારના નથી. તેમણે મથુરા માટે ઘણાં કામ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, એવું નથી કે હું બોલીવૂડ સ્ટાર છું એટલે લોકો મને મત આપે છે. હું લોકોની વચ્ચે જઈશ અને બતાવીશ કે મોદીએ શું કર્યું છે.જેવી કે ઉજ્જવલા યોજના, આયુષ્યમાન યોજના, શૌચાલયનું નિર્માણ વગેરે...
આપને જાણાવી દઈએ કે, હેમા માલિનીએ ગત ચૂંટણીમાં રાષ્ટ્રીય લોક દળના સાંસદ જયંત ચૌધરીને 330743 મતોથી હરાવ્યા હતાં. હાલ અત્યારે તેમની સામે મહાગઠબંધન ઉમેદવાર કુંવર નરેન્દ્ર સિંહ મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસે મહેશ પાઠકને ઊભા રાખ્યા છે.