ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, વિશાખાપટ્ટનમમાં કાર તણાવાથી એકનું મોત - વિશાખાપટ્ટનમમાં કાર તણાવાથી એકનું મોત

બંગાળની ખાડીમાં લો પ્રસરના કારણે આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, સોમવારે સાંજે 6:30 વાગ્યાથી મંગળવારે સવારે 7:30 વાગ્યા સુધી દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

ETV BHARAT
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, વિશાખાપટ્ટનમમાં કાર તણાવાથી એકનું મોત

By

Published : Oct 14, 2020, 10:52 AM IST

અમરાવતીઃ આંધ્ર પ્રદેશ આ સમયે વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે. રાજ્યના 100થી વધુ સ્થળો પર 11.5 સેન્ટીમીટરથી લઇને 24 સેન્ટીમીટર સુધી વરસાદ નોંધાયો છે. પૂર્વી ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ અને કૃષ્ણા જિલ્લાના લોકો ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, વિશાખાપટ્ટનમમાં કાર તણાવાથી એકનું મોત

મળતી માહિતી મુજબ, વાવાઝોડાના કારણે વિશાખાપટ્ટનમના નર્સીપટનમમાં કાર તણાવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ દુર્ઘટનામાં 3 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

ઘણાં રાજ્યમાં વરસાદની સંભાવના

મોસમ વિભાગ(IMD)એ કહ્યું કે, 13 અને 14 ઓક્ટોબરે તેલંગાણાના આઈસોલેટેડ વિસ્તારો સહિત દરિયા કાઠાંના ઉત્તર આંતરિક કર્ણાટક, દક્ષિણ કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટરક, દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details