બંગાળની ખાડીમાં લો-પ્રેશર ફરી સક્રિય થતા ગુજરાત ભરમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ફરી વરસાદ સક્રિય બન્યો છે. અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો હતો.
આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં સિઝનનો 103 ટકા વરસાદ
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઢળતી સાંજે અમદાવાદમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી, તાપી, દમણ અને ડાંગમાં ભારે વરસાદ વરસાવી આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
file
રાજ્યમાં વરસાદી આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 59 તાલુકામાં 40 ઇંચથી વધુ, 135 તાલુકામાં 20થી 40 ઇંચ, 55 તાલુકામાં 10થી 20 ઇંચ અને બે તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે ફરી પ્રશ્નાર્થ ઉભો થયો છે. આગામી વધુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે.
Last Updated : Sep 6, 2019, 10:19 AM IST